Book Title: Siddha Hemchandra Shabdanushasane Agyat kartuka Dhundika Part 06 Author(s): Vimalkirtivijay Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad View full book textPage 4
________________ સંપાદકીય નિવેદન... ગૂર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહની વિનંતીથી કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રાચાર્યે વિ.સં. ૧૧૯૪ આસપાસ પંચાંગી સિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન નામના વ્યાકરણની રચના કરી હતી. તે વ્યાકરણની સ્વોપજ્ઞ તત્ત્વપ્રકાશિકા નામની બૃહવૃત્તિ ઉપર ઢુંઢિકાની રચના થઈ હતી. જેમાં વ્યાકરણના દરેક સૂત્રની વૃત્તિમાં આવતાં ઉદાહરણો-પ્રત્યુદાહરણોની સાધનિકા આપવામાં આવી છે, તે ટીકામાંથી તદ્ધિત પ્રકરણ - છઠ્ઠા અધ્યાયનું સંપાદન કર્યું છે. શેષ બાકી રહેલ તદ્ધિત પ્રકરણ - સાતમો અધ્યાય હવે પ્રકાશિત કરવામાં આવશે. ટિપ્પણમાં શબ્દમહાર્ણવન્યાસ-મધ્યમવૃત્તિ-હેમપ્રકાશવ્યાકરણાદિ અનેકવિધ ગ્રંથોનાં ઉદ્ધરણો આપવામાં આવ્યા છે. અધ્યયન-અધ્યાપનમાં સુગમતા રહે તે હેતુથી બે પરિશિષ્ટો આપ્યા છે. પ્રથમ પરિશિષ્ટમાં સન્ - રૂ| આદિ લગભગ ૧૦૦ પ્રત્યયોની સૂચિ આપી છે. તેમાં ક્યા સૂત્રથી - કઇ વિભક્તિવાળા ક્યા ક્યા શબ્દોને - ક્યા ક્યા અર્થમાં - ક્યા ક્યા પ્રત્યયો થાય તેનો ઉલ્લેખ કર્યો છે. અનુબંધ સહિતના પ્રત્યયો BOLD ટાઇપમાં આપ્યા છે. અનુબંધ રહિત પ્રત્યયો કૌસમાં આપ્યા છે. બીજા પરિશિષ્ટમાં ઉદાહરણ-પ્રત્યુદાહરણોની સૂચિ આપી છે. સૂત્રોના ગણપાઠમાં રહેલ શબ્દોમાંથી અમુક અમુક શબ્દોની પણ સાધનિકા ઢુંઢિકામાં આપી છે, તે શબ્દો પણ ઉદાહરણની સૂચિમાં દર્શાવ્યા છે. જેમ કે “ર્ય' દ્વારા સૂત્રમાં ગોંદિ ગણમાં આપેલ વીગ – ગ – સંસ્કૃતિ વિગેરે શબ્દો. શ્રીહેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર-પાટણના જ્ઞાનભંડારમાં રહેલી “શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ષષ્ઠ-સક્ષમાધ્યાય ઢંઢિકા વૃત્તિ (તદ્ધિતવૃત્તિ ઢંઢિકા)” પત્ર ૨૪૪, ડો. નંબર-૮૮, પ્રતિનંબર ૨૧૬૬ હસ્તપ્રતિને આધારે પ્રસ્તુત છઠ્ઠા ભાગનું સંપાદન કર્યું છે. - બાલબ્રહ્મચારી તપાગચ્છાધિપતિ શાસનસમ્રાટ આચાર્ય શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના પ્રવચન પ્રભાવક તેજોમૂર્તિ પરમ પૂજ્ય આચાર્ય શ્રીવિજયસૂર્યોદયસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન વિદ્વદર્ય પરમપૂજ્ય આચાર્ય શ્રીવિજયશીલચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણા-આશીર્વાદથી જ આ સંપાદન કાર્ય થયું છે. સંપાદન કાર્યમાં શંકાસ્પદ સ્થાનોનું સમાધાન કરી આપવા બદલ મુનિ સૈલોક્યમંડનવિજયજી મહારાજનો ઘણો આભાર. ગ્રંથનું સંપાદન કરતાં કોઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો વિદ્વાનોને તે અંગે ધ્યાન દોરવા વિનંતી. મુનિ વિમલકીર્તિવિજય Shrenik/D/A-Shilchandrasuri/Doondhika Part-5 Folder (10-9-2012) Doondhika Part-6 Mukhpage. 1st Proof 14-11-2013 / 2nd 17-11-2013 [IV]Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 444