Book Title: Purvacharyokrut Vishio Author(s): Umedchand Raichand Master Publisher: Umedchand Raichand Master View full book textPage 7
________________ છપાવી વિનામૂલ્ય ભેટ આપેલી છે અને તે બુમાં મમ શેઠને ફેટ તથા તેમનું જીવનચરિત્ર આપેલું હોવાથી અત્રે વધુ નહીં જણાવતાં તે ગ્રંથ જેવાથી તેમની ધર્મ પ્રીયતા અને નાણાને સદુપયોગ કેવો કર્યો છે અને કરે છે. તે સારી રીતે જણાશે. આ ગ્રંથ છપાવવાનું પણ તેવી જ રીતે બનવા પામ્યું છે. પૂજ્ય સાધ્વી પ્રભાશ્રીજીએ અમદાવાદથી વિહાર કરી ૧૯૮૦ નું ચોમાસુ પાલીતાણામાં કર્યું હતું ત્યાં તેઓ સાહેબે માસમણ કર્યું હતું તે પ્રસંગે ત્યાં અઠ્ઠાઈ ઓચ્છવ સ્વામી વાત્સલ્ય પૂજાઓ વિગેરેથી સારી ધામધુમ કરવામાં આવી હતી. તેવા સંયોગોમાં આ ચંચલવ્હેનને તેમનો ઉપદેશ થશે કે કોઈક ગ્રંથ છપાવો ત્યારે વિચાર કરતાં હાલમાં ચોવીશી વીશીવો નામનું પુસ્તક બીલકુલ મલતુ નથી તે સૌને ઉપયોગી થશે એમ ધારી આ મહાન પૂર્વાચાર્યકૃત વીશીય તથા બીજી ડી પૂજાઓ તથા અસિદ્ધ રાજનગર તીર્થમાલા છપાવી આ પુસ્તક સમાપ્ત કરવામાં આવ્યું છે. બધુ આપ જાણો જ છે કે પુસ્તક પ્રેસમાં છપાયા છે. આ કાંઈ નવીન કૃતિ નથી પરંતુ જુના પુસ્તકે ઉપરથી કોપી કરી છપાવવામાં આવે છે. જેથી વખતે ભુલ થવા અગર રહી જવા સંભવ છે. બનતી મહેનતે શુદ્ધ કરી સંપૂર્ણ કાળજી રાખવામાં આવેલી છે છતાં પણ યંત્રદોષથી કે દૃષ્ટિદષથી જે કાંઈ કાન માત્રા મીંડા આદિકની ભુલચુક થઈ ગઇ હોય અગર જનાજ્ઞા વિરૂદ્ધ કંઈ લખાયું હોય તો તેને મીચ્છાદુષ્કત દેવા પૂર્વક ક્ષમા યાચી સુધારી ભણવા વાંચવા ની ભલામણ સાથે આ પુસ્તક છપાવવામાં ઉપદેશ કરનાર તથા આર્થિક સહાય કરનાર શેઠાણી ચચલહે. નને આભાર માની અત્રે વિરમું છું. એજ સુશુકિંબહુના. લી. સંવત ૧૯૮૧ ના પ્રસિદ્ધ કર્તા માસ્તર ઉમેદચંદ રાયચંદ વઈશાખ સુદ ૧૫ શુક્રવાર ઠેકાણું પાંજરાપોળ તા. ૮-૫-૨૫. અમદાવાદ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 288