Book Title: Puniya Shravaka
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 2
________________ ભગવાન મહાવીરના સમયની જીવન કથાઓ સામાયિકને ખરીદો અને તો જ તમે તમારા આયુષ્ય કર્મને બદલી શકો. રાજા શ્રેણિક પુણિયા શ્રાવકને ઘેર ગયા અને પુણ્ય કર્મ માટે તેમને કરેલ એક સામાયિકનું પુણ્ય કર્મ આપવા વિનંતી કરી. બદલામાં શ્રેણિક રાજા પોતાનું આખું રાજય આપવા તૈયાર હતા. પુણિયા શ્રાવકે કહ્યું, “રાજાજી, મારે કોઈ પૈસા નથી જોઈતા. અમારી જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તમે આપી છે. હું મારી માલિકીનું બધું જ મારા જીવન સહિત આપને આપવા તૈયાર છું. તમે ખૂબ જ મહાન દયાળુ રાજા છો. પણ ( પી. 9 પુપ્રિયા શ્રાવક પાસે સામાયિકના પુણ્યની માંગણી કરતા રાજા શ્રેણિક મારા સામાયિકનું પુણ્યકર્મ આપને કેવી રીતે આપવું તે હું જાણતો નથી. સારાં કર્મો ખરીદી શકાતા નથી, તે તો દરેકે જાતે જ કરવાં પડે છે.” રાજા શ્રેણિક સમજી ગયા કે પોતાની ગમે તેટલી સંપત્તિ પણ પુણિયા શ્રાવકના સામાયિક દ્વારા મળતા પુણ્ય કર્મને મેળવવા શક્ય નથી. પોતાના રાજ્યમાં પોતે સહુથી ગરીબ માણસ છે એવું તે અનુભવવા લાગ્યા. રાજા શ્રેણિક નિરાશ થવા છતાં પુણિયાની શ્રધ્ધાની અનુમોદના કરતા ત્યાંથી ચાલ્યા ગયા. અને મનમાં દઢ સંકલ્પ કર્યો કે પુણિયા જેવી ધર્મશ્રદ્ધા હું પણ કેળવીશ. આ વાત બતાવૈ છે કે મદત આવકમાં પણ સંતોષથી જીવી શકાય. અણહકનું આાપણાથી કંઈપણ ગ્રહણ કશ શકાય નહીં. જીવવા માટે જરૂર કરતાં વધુ પૈસાનો સંગ્રહ ન કāૉ. સંકલ્પો કે ધર્મ સંબંધ 6યાસ્મો આધ્યાત્મિક ઉન્નતિ માટે હોય છે. નહીં કે આર્થિક લાભ માટૅ. સામાણિક અને ધ્યાનની બીજી દવાઓ તથા સંયમ દ્વારા મળતા લાભ સ્વંતરાત્માનું પ્રેરકબળ છે. નહીં હૈં સંઘર્ષ તરફ પ્રેરે તેવા ઉદ્દેશ્યો તરફ. 104 જૈન કથા સંગ્રહ

Loading...

Page Navigation
1 2