Book Title: Prof Nagin J Shah Jivan ane Karyano Sankshipta Parichay Author(s): Publisher: ZZZ UnknownPage 16
________________ phy. "Prof. E.A.Solomon in the Journal and Asiatic Society of Bombay. ૬. ભારતીય તત્વજ્ઞાન : કેટલીક સમસ્યા લે. નગીન જી. શાહ પ્રસ્તુત પુસ્તકમાં નીચેનાં પ્રકરણો છે : 1.સતુ-અસત્ ર. ભારતીય દર્શનોમાં મોક્ષવિચાર, ૩. કર્મ અને પુનર્જન્મ ૪. ભારતીય દર્શનોમાં ઈશ્વર ૫. જ્ઞાન વિષયક સમસ્યાઓનો પરિચય, ૬. જ્ઞાનનું પ્રામાણ્ય સ્વત કે પરતઃ ?, ૭. ભારતીય તાર્કિકોની પ્રત્યક્ષ વિષયક ચર્ચા પુસ્તકમાં ચિંતકોનાં મન્તવ્યોના સમર્થક તર્કોની રજૂઆત અને સાથે સાથે તે તર્કોની સમીક્ષા બંને વિદ્વાનોના ચિત્તને સંતર્પક બની રહેશે. મૂળ સંસ્કૃત સંદર્ભો આપી નિરૂપણ કરવામાં આવ્યું હોઈ ગ્રંથ અત્યંત પ્રમાણભૂત બન્યો છે. ૭. શાંકર વેદાન્તમાં અવિદ્યા વિચાર લે. નગીન જી. શાહ પ્રસ્તુત ગ્રંથ અવિદ્યાનું સ્વરૂપ અને કાર્ય સમજાવે છે અને તેમ કરતાં અદ્વૈત વેદાન્તનાં ગૂઢ રહસ્યો ઉદ્દઘાટિત કરે છે. પ્રકરણોના અંતે મૂળ સંસ્કૃત ગ્રંથોમાંથી સમર્થક સંદર્ભો આપ્યા છે. પ્રકરણો નીચે પ્રમાણે છે : ૧. અવિદ્યાનું લક્ષણ-પ્રથમ ર. અવિદ્યાનું લક્ષણ-દ્વિતીય અને તૃતીય ૩. ભાવરૂપ અવિદ્યાનું સાધક પ્રથમ પ્રકારનું સાક્ષિપ્રત્યક્ષ, ૪. પ્રાગભાવખંડન, ૫. ભાવરૂપ અજ્ઞાન સાધક દ્વિતીય પ્રકારનું સાક્ષિપ્રત્યક્ષ, ૬. ભાવરૂપ અજ્ઞાનનું સાધક ત્રીજા પ્રકારનું સાક્ષિપ્રત્યક્ષ, ૭. સિદ્ધાન્તબિન્દુમાં નિરૂપિત સુષુપ્તિ, ૮. પરિશિષ્ટજયંત ભટ્ટની ન્યાયમંજરીમાં અદ્વૈતવેદાન્તનું ખંડન. પ્રસ્તાવના અત્યંત રસપ્રદ છે. જૈનદર્શન અને સાંખ્ય યોગમાં જ્ઞાનદર્શન વિચારણા લે. જાગૃતિ દીલીપ શેઠ આ પુસ્તક પીએચ.ડી.નો માન્ય થિસિસ છે. ભારતીય દર્શનોમાં, વિશેષતઃ જૈનદર્શન, બૌદ્ધદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને દર્શનની વિભાવનાની ઊંડી અને સૂક્ષ્મ વિચારણા કરવામાં આવી છે. પ્રસ્તુત પુસ્તક તેનો નિષ્પક્ષ, આધારભૂત, તુલનાત્મક, બુદ્ધિગમ્ય અને વિચારપ્રેરક અભ્યાસ છે. પ્રકરણો આ પ્રમાણે છે. ૧. ઉપનિષદોમાં અને ગીતામાં જ્ઞાન અને દર્શન ૨. જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને દર્શનના ધારકનું સ્વરૂપ, ૩. જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને (બોધરૂપ) દર્શન, ૪. જૈનદર્શન અને સાંખ્યોગમાં શ્રદ્ધાનરૂપ દર્શન, ૫. બૌદ્ધદર્શન અને ન્યાયવૈશેષિકમાં જ્ઞાન, દર્શન, શ્રદ્ધા. ९. जैनदर्शन में श्रद्धा (सम्यग्दर्शन), मतिज्ञान और केवलज्ञान की विभावना : ले. नगीन जी. शाह जैनदर्शन की शीर्षक निर्दिष्ट तीन मूलभूत समस्याओं का तुलनात्मक अध्ययन N S છે આવી રહી 15 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 14 15 16 17 18