Book Title: Praman Mimansama Pratyakshani Charcha Author(s): Jitendra Jetly Publisher: Jitendra Jetly View full book textPage 1
________________ પ્રમાણમીમાંસામાં પ્રત્યક્ષની ચર્ચા જિતેન્દ્ર જેટલી ભારતીય દર્શનોમાં જુદા જુદા પ્રકારની એકવાક્યતા જોવામાં આવતી હોવા છતાં જે મુખ્ય બાબતોમાં પરસ્પરનો મતભેદ છે એમાં પ્રમાણોની સંખ્યા તથા જે પ્રમાણો સ્વીકારવામાં આવ્યાં છે એનાં લક્ષણોમાં પરસ્પર ભિન્નતા જોવામાં આવે છે. આ દષ્ટિએ જૈન દર્શનનું પ્રત્યક્ષનું લક્ષણ ભિન્ન હોય એ પણ સ્વાભાવિક છે. આમ છતાં દાર્શનિક ભિન્નતામાં પોતાના જ દર્શનના અન્ય પૂર્વાચાર્યોના લક્ષણ કરતાં પાછળના આચાર્યાં જે અનેક વાદવિવાદોને અંતે તે તે પદાર્થનું લક્ષણ આપે છે એમાં પણ ભિન્નતા જોવામાં આવે છે. આ દષ્ટિએ જ આપણે ‘ પ્રમાણમીમાંસા ’માં હેમચંદ્રાચાર્યે આપેલ પ્રત્યક્ષનું લક્ષણ જોઈ એ. પ્રત્યક્ષ અને પરોક્ષ એ પ્રમાણે પ્રમાણના બે પ્રકાર ગણાવી આચાર્ય હેમચંદ્ર એમની ‘પ્રમાણમીમાંસા ’માં પ્રત્યક્ષનું લક્ષણ આ પ્રમાણે જણાવે છે : ૧વિરાટ્ઃ પ્રત્યક્ષમ્ ॥ પ્રત્યક્ષના આ લક્ષણને સમજાવતાં આચાર્ય કહે છે કે વિશદ અર્થાત સ્પષ્ટ એવો સમ્યગ્ અર્થનો નિર્ણય એ પ્રત્યક્ષ જ્ઞાનનું—પ્રમાણનું લક્ષણ છે. આ સત્રમાં સમ્યગ્—સાચો એવો અર્થનો નિર્ણય એ પ્રમાણસામાન્યનું જ લક્ષણુ રે સખ્યાર્થનિર્ણય: પ્રમાળમ્ એમાંથી અનુવૃત્ત કરવામાં આવ્યું છે. આ રીતે પ્રત્યક્ષનું ચાલુ લક્ષણ વિશર્ઃ સમ્વાર્થનિર્ણયઃ પ્રત્યક્ષમ્ એવું થયું ગણાય. જૈન દર્શનની દષ્ટિએ હેમચંદ્રાચાર્યનું આ લક્ષણ બન્ને પ્રકારના પ્રત્યક્ષને લાગુ પડે છે. અર્થાત એક પ્રત્યક્ષ જેને સાંવ્યાવહારિક પ્રત્યક્ષ કે જે પ્રાણીમાત્રને રોજના અનુભવમાં થાય છે એ પ્રત્યક્ષ; ખીજું પ્રત્યક્ષ એ મુખ્ય પ્રત્યક્ષ કિંવા કૈવલ–પ્રત્યક્ષ જેમાં સ્વરૂપનો—આત્માના પોતાના રૂપનો સ્પષ્ટ આવિર્ભાવ થાય છે તથા જે માત્ર કેવલજ્ઞાનીને થાય છે. આ બન્ને પ્રકારના પ્રત્યક્ષમાં વૈશઘ્ર એટલે કે સ્પષ્ટતા એક પ્રકારે સરખી જ રહે છે. વસ્તુત: મુખ્ય પ્રત્યક્ષની સ્પષ્ટતા એ ચોક્કસ રીતે મુખ્ય સ્પષ્ટતા પણ છે. ૧. જુઓ પ્રમાણમીમાંસા, અ૦ ૧, આ૦ ૧, સ૦ ૧૩, સંપાદક પં॰ સુખલાલજી સઘળી, સિંધી જૈન ગ્રંથમાલા, ૨ જઓ એજન સૂ૦ ૧, ૧, ૨,Page Navigation
1 2 3 4 5 6