Book Title: Parshvanath ni Ek Viral Dhatu Pratima
Author(s): Dinkar Mehta
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf

View full book text
Previous | Next

Page 4
________________ Vol. 1-1995 ઘોઘાની મધ્યકાલીન ધાતુપ્રતિમાઓના... 95 આકોટાથી મળી આવેલા સંગ્રહમાંની એક પાર્શ્વનાથની ઈ. સ. ૬૫૦ના અરસાની ધાતુમૂર્તિ સાથે સાંપ્રત પ્રતિમાને સરખાવવા જેવી છે. બન્નેની નિમણ-પદ્ધતિ સમાન છે. તીર્થકર અને પબાસણ એક સાથે ઢાળવામાં આવે. જ્યારે નાગચ્છત્ર તથા જિનની સન્નિધિમાં રહેલ યક્ષ-યક્ષિી જુદાં ઢાળવામાં આવે, પછીથી ત્રણેયને સાથે જોડી દેવામાં આવે; આ સંયોજન-સંગઠન પદ્ધતિથી આવી સંયુકત જિનપ્રતિમાઓ સર્જાતી”. પ્રતિમાની નિમણ-પદ્ધતિ, દેવના એવં સંલગ્ન બન્ને દેવતાઓના મુખભાવ તથા દેહયષ્ટિ એવં ભાશ્ચક્ર ઈત્યાદિના આકાર-પ્રકારાદિ લક્ષણોના આધારે પ્રસ્તુત પ્રતિમા પણ સાતમા શતકના મધ્યભાગમાં કે પછી એથી થોડી મોડી હોય તો પ્રસ્તુત સદીના અંત ભાગે આસાનીથી મૂકી શકાય તેમ છે. પ્રતિમાના પ્રભાગે લેખ તો ઉપલબ્ધ છે, પણ તે એટલી હદે ઘસાઈ ગયો છે કે હવે તો વાંચી શકાય તેવો રહ્યો નથી. છતાં હજુ પણ સ્પષ્ટ દેખાતા થોડાક અક્ષરોના મરોડ સાતમા સૈકાના જણાતા હોઈ પ્રતિમાના શૈલીથી અનુમાનતા સમયાંકનને સમર્થન મળી રહે છે. ટિપ્પણો :1. પર્યુષાણાકલ્પની “સ્થવિરાવલી"ના પ્રાચીનતમ ભાગ (પ્રાય: ઈસ્વી ૧%)માં મૌર્યરાજ સસ્પતિના ગુરુ આર્ય સુહસ્તિના શિષ્ય આર્ય ઋષિગુપ્તથી મુનિઓની ‘સોરઠિયા શાખા’ ઉદ્ભવી હોવાનો ઉલ્લેખ છે. આ ઘટનાનો સમય આશરે ઈ. સ. પૂર્વના બીજા સૈકાનો ગણાય. R. U. P. Shah, Akola Bronzes, Bombay 1959, p. 19, plate 31a 3. Shah, Akota., p.39, plate 29 B. લેખ સાથે સંલગ્ન તસવીર શ્રી મોરબી શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, દરબારગઢ, તથા શ્રી જયેન્દ્ર વોરા, નોંધણી અધિકારી (પુરાવશેષ), રાજકોટના સૌજન્યથી પ્રસ્તુત કરી છે. લેખ શ્રી રવિ હજારનીસ તથા શ્રી જયેન્દ્ર વોરા દ્વારા થયેલી પ્રેરણાના ફળરૂપે છે. લેખક બને સાથી-મિત્રોના ઋણી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4