Book Title: Mohanvijay krut Chand Rajano Ras Author(s): Kirtida Joshi Publisher: Z_Yatindrasuri_Diksha_Shatabdi_Smarak_Granth_012036.pdf View full book textPage 2
________________ ૨૮ વિમાતા વીરમતીથી ચંદરાજાનાં આ વૈભવ-શાંતિ સહન થતાં નથી તેથી ચતુરાઈથી સ્ત્રીચરિત્ર વડે તે રાણી ગુણાવલીને દેશાંતર જોવા જવા સંમત કરે છે. પ્રાપ્ત વિદ્યાનો દુરુપયોગ કરીને વીરમતી વર્ષાઋતુનું વાતાવરણ નગરમાં કરે છે પછી પોતે ગભીનું રૂપ ધારણ કરીને ખરનાદ દ્વારા નગરીમાં નિદ્રાનો ઉન્માદ પ્રસરાવે છે. કવિએ દુહામાં આ વાતાવરણનું કરેલું વર્ઝન લાક્ષણિક છે દૂર્જન જન મન જેવી શ્યામ ઘટા ઘનઘોર, ઉત્તર વાળી ઉન્હીહી, મોર કરે ઝીંઝોર. દહ દિશી દમકે દામિની, જિમ મનમથ કરવાળ, ગુહિરો અતિ ગાજે ગયા, કોરા વચ્ચે વિમા જળધારા નિશ્ડ પડે, શીતળ પવન પ્રસાર, સક્કર કક્કર સમ ઉડે, ઝડ મંડે જળધાર. શ્રી યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દિ થ પરંતુ, ચંદરાજા વીરમતીની ચંચળતા પામી જાય છે. પોતે ચતુરાઈ કરીને વીરમતી અને ગુણાવલી જે આંબાના વૃક્ષ પર બેસીને દેશાંતર જોવા જવાનાં હતાં તે વૃક્ષના પોલાણમાં સંતાઈ જાય છે. વીરમતી ગુણાવતીને અષ્ટાપદ-પર્વત, સમેતિશખર, અર્બુદાચળ, સિદ્ધાચળ, ગીરનાર આ પાંચ તીર્થો તથા જંબુદ્વીપની ફરતે વલયાકારે રહેલા સમુદ્રનું દર્શન કરાવીને વિમલપુરી તરફ જાય છે. વિમલપુરીના રાજા મકરધ્વજની પુત્રી પ્રેમલાલચ્છીનાં લગ્ન કનકરથના પુત્ર કનકધ્વજ સાથે થવાનાં હતાં. આ લગ્નોત્સવમાં બંને આવે છે. બંને પરણનાર કન્યાના આવાસે જાય છે. ચંદરાજા તેમની પાછળ નગરમાં પ્રવેશ કરે છે ત્યાંજ સેવકો તેમને વરપક્ષના ઉતારે લઈ જાય છે. હવે શું થશે ? પછી શું થયું ? જેવી કૂતુહલવૃત્તિની હારમાળા સર્જતા આ રાસનું વસ્તુ ક્રમશઃ આગળ વધે છે. ચંદરાજા લગ્ન હોવા છતાં રોશની કે ધામધૂમ જોવા ન મળતાં વિચારમાં પડે છે ને એક પછી એક દરવાજો પસાર કરતા જાય છે ત્યાં દરેક દરવાજે ‘પધારો ચંદરાય’ એમ આવકાર મેળવે છે તેથી તે આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે. છેવટે સાતમા દરવાજે પહોંચે છે ત્યાં તેમને રાજા કનકરથ મળે છે. કનકરથ પોતાના કુષ્ઠરોગી અને કદરૂપા પુત્ર માટે મકરધ્વજની પુત્રી પ્રેમલાલચ્છીને પરણી લાવવા ચંદરાજાને આગ્રહભરી વિનંતી કરે છે. ચંદરાજા આ અધમ કૃત્યનો અસ્વીકાર કરે છે એટલે કનકરથ તેમને પોતાનો પરિચય આપી સમગ્ર પરિસ્થિતિ સમજાવીને તેમની મુંઝવણનો અંત આણે છે. કનકરથ કહે છે કે ‘સિંધ દેશના સિંધલપુર નગરમાં હું અને મારી પત્ની કનકાવતી રહીએ છીએ. અમે નિઃસંતાન હતાં. મારી પત્નીના આગ્રહથી મેં આરાધના કરી ગોત્રદેવીને પ્રસન્ન કર્યાં અને સંતાનની માંગણી કરી. ગોત્રજદેવીએ મારા નસીબમાં પુત્ર ન હોવાનું કહ્યું પરંતુ દેવીને વિનંતી કરતાં દેવીએ સંતુષ્ટ થઈને વરદાન આપ્યું કે વ્રુત્ત ધારી એક તારે પડ તેમની દેવ કુર, ' મેં કહ્યું પાપે પૂ. કરું વિનતિ, અવધારો અરજ મુખ્ય માર Jain Education International ત્યારે દેવીએ કહ્યું - ‘બાંધ્યાં કરમ જેણે ખરાં, તસ ટાળી ન શકે હોય.' સમય જતાં રાણીને આખા શરીરે કોઢવાળો પુત્ર થયો તે પુત્રને કનકધ્વજ નામ આપ્યું. અમે આ કુંવરની લોકો પાસે ખોટી પ્રશંસા કરતા અને કહેતા : ‘રૂપ અધિક રૃપ જાતનો જી સુર કુંવર ઇસ્યો નહીં સ્વર્ગ.’ 'કોઈ દુષ્ટ નયન સંતાપ, હોવે હેત હેતથી જ, હું ભાજક ભૂધરામાંહે, રાખીએ તિન્ને સંકેતથી જી, હવે એકવાર માલ વેચવા વિમલપુરી ગયેલા વેપારીઓએ મારા પુત્ર કનકધ્વજનાં રૂપગુણની પ્રશંસા ત્યાંના રાજા મકરધ્વજ પાસે કરી. મકરધ્વજે તેમની પ્રશંસાથી પ્રભાવિત થઈને પોતાની પુત્રી પ્રેમલાલચ્છીનો વિવાહ કનકધ્વજ સાથે નક્કી કરી આપવાનું કામ વેપારીઓને સોંપ્યું. કુંવરના રૂપગુણની તપાસ કર્યા વિના લગ્નસંબંધ નક્કી ન થાય એવી સલાહ કનકરથને મંત્રીઓએ આપી. તેથી રાજાએ તેમના ચાર પ્રધાનો અને કુંવરના રૂપની પ્રશંસા કરનાર વેપારીઓને સિંધલપુર તપાસ કરવા મોહ્યા. કુદરોગી કુંવરનો વિવાહ કરવો એ મારા માટે અનૈતિક કાર્ય હતું તેથી મેં અનિચ્છા દર્શાવી પણ મારા મંત્રી હિંસકે કહ્યું : કુળદેવી રાધા, કશું પુત્ર નિર્દેગ, હિયડાથી રખે હારતા, મેળશું સર્વ સંયોગ.' આ મંત્રી હિંસકની ઓળખ એના નામથક ભાવકને મળી જાય છે. વળી, કવિને મુખ્યત્વે સીધા પ્રસંગક્શનમાં જ રસ છે. પાત્રોના બાહ્ય પહેરવેશ કે તેમનાં કોઈ સૂક્ષ્મ મનોવલણો કે તેમના સારાં કે ખરાબ ગુણ-લક્ષણનાં સીધાં વર્ણન કવિએ ભાગ્યે જ આપ્યાં છે. પણ ‘હિંસક’ જેનું નામ એની કુટિલતાનો પરિચય કવિ પ્રસ્તુત પંક્તિઓમાં આપે છે ‘કપટી કુટિલ કદાગ્રહી દુર્મતિ હિંસક નામ, જળ કહે ત્યાં થળ પણ નહીં, ચલવે ડાકડમાળ, રવિ ઉદયાસ્ત લગે સદા, ખોટી હાલ ને ચાલ.' પછી કનકરથે કહ્યું કે મકરધ્વજના પ્રધાનોએ પ્રેમલાલચ્છી સાથે રાજકુમારનાં લગ્ન કરવાનો પ્રસ્તાવ મુક્યો અને કુંવરને બતાવવાનું કહ્યું. ત્યારે મંત્રી હિંસકે કપટ કર્યું : ‘કુંવર રહે મોશાળ, છાંથી જોપણ દોઢસો, અાગો, અળગો મણે નિશાળ' પરંતુ પ્રધાનોએ વરને તેવાનો આગ્રહ રાખ્યો. તેથી મંદિર તેરા મંત્રી ૨. તૈલાદિક યોગે નવડાવ્યા, આસણ વાસણ મંડાવ્યાં રે, ભોજન જુગતે શું જમાવ્યા રે સન્માન્યા ભૂષણ આપી રૈ, જગમાં લોભ સમો નહીં પાપી રે.' ને એમ પ્રધાનોને ફોસલાવી લીધા. પ્રધાનોએ પોતાનું કામ પતાવી દીધાની વાત રાજાને કરી તેથી રાજાને લગ્નનું મુહર્ત વાવ્યું. For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6