________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૌશલ હોવું જરૂરી ગણાય, તેમ જ તેનામાં શબ્દશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર, છંદ શાસ્ત્ર, અભિધાનકોશ, શ્રુતિ, સ્મૃતિ, પુરાણ, આગમશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર, ગશાસ્ત્ર, આયુર્વેદ આદિ વિવિધ વિષયોનું વિશાલ જ્ઞાન હોવું આવશ્યક ગણાય. કાવ્યોનાં લક્ષણો, સ્વરૂપ, પ્રકારો કેવા કેવા હોય છે? તે સર્વે તેણે જાણવું જોઈએ. ગદ્ય-પદ્ય, પાથ, ગેય, પ્રેક્ષ્ય (નાટ્ય-પ્રકારો) અને શ્રવ્ય કાવ્યોનું
સ્વરૂપ તેણે સમજવું જોઈએ. પૂર્વ થઈ ગયેલા મહાકવિઓનાં મહાકાવ્યો, આખ્યાયિકા, કથા, નાટક, ચંપૂ આદિનો તેણે અભ્યાસ કર જોઈએ, કાવ્યતત્ત્વજ્ઞ વિદ્વાનોને પરિચય–સંપર્ક તેણે સાધવો જોઈએ.
કાવ્યોમાં ગુણો, દો, રસો, અલંકારો, ભાવ કેવો હોય ? તેની શૈલી, રીતિ-પદ્ધતિ, ઉક્તિઓ કેવી હોય ? તેમાં વર્ણન કરાતા નાયકો, નાયિકાઓ આદિના ભેદ–પ્રભેદ કેવાં હોય? તેના ગુણદોષ આદિનું પરિજ્ઞાન તેને હોવું જોઈએ. કેવા કાવ્યો જીવનમાં આનંદ-કારક, ઉપદેશાત્મક, ઉપકારક થાય ? જન-મન-રંજનકારક થાય, રાજા-મહારાજાઓને જ નહિ, દેવને પણ પ્રસન્ન કરનાર થઈ શકે, યશઃારક થાય-અવિનશ્વર કીતિ કરનાર થાય ? એ તેણે સમજવું જોઈએ. કાવ્યશાસ્ત્રના વિનોદથી જીવન-કાલને સફલ બનાવનારા વિશાલ ભારતના પ્રાચીન અનેક વિદ્રરોએ એ વિષયનું રહસ્ય સમજાવવા ભારે પ્રયત્નો કર્યા છે, તેનું પરિશીલન કરવું જોઈએ. ભરત નાટયશાસ્ત્રમાં, દંડીએ કાવ્યાદર્શમાં, દ્વટ, ભામહ, વામન, ઉદ્વટ આદિએ વિવિધ કાવ્યાલંકારોમાં, આનંદવર્ધને ધ્વન્યાલોકમાં, કુન્તકે વક્રોક્તિ જીવિતમાં, રાજશેખરે કાવ્યમીમાંસામાં, મમ્મટે કાવ્યપ્રકાશમાં, મહિમભટ્ટે વ્યક્તિવિવેકમાં, મહારાજા ભોજે સરસ્વતીકઠાભરણ, શૃંગારપ્રકાશ આદિમાં વિવિધ દષ્ટિબિંદુથી અને વિવિધ શૈલીથી ગહન કાવ્યતત્ત્વનું જે નિરૂપણ કર્યું છે અને તેના વિવેચન કોએ વ્યાખ્યાકારોએ જે વિવેચનો કર્યો છે, તે સમજવાં જોઈએ. આચાર્ય શ્રી હેમચને પૂર્વ થઈ ગયેલા એ શાસ્ત્રકારોના વિશદ વિચારો સમન્વય કરી પોતાની વિશિષ્ટ સુગમ શૈલીથી રચના કરી નવનીતરૂપ પ્રસ્તુત કાવ્યાનુશાસન આપણને આપ્યું છે.
For Private And Personal Use Only