Book Title: Kailaspadma Swadhyayasagara Part 1
Author(s): Padmaratnasagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 132
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બિરાજમાન કરવામાં આવી છે. દેરાસરના આગળના ભાગમાં પગથીઆની બન્ને બાજુએ શાસન રક્ષક તપાગચ્છ અધિષ્ઠાયક શ્રી માણિભદ્રવીર તેમજ શાસન રક્ષિકા રાજરાજેશ્વરી દેવીશ્રી પદ્માવતીની ૪૧” ની પ્રતિમાઓ પણ સ્વતંત્ર રીતે કુલિકાઓમાં બિરાજમાન છે. વિશ્વમૈત્રીધામમાં માત્ર એક નહીં બન્ને પ્રાચીન તીર્થોનો ઉદ્ધાર થઈ રહ્યો છે. પૂર્વ અને પશ્ચિમ ભારતના તીર્થોના સંગમને મૂર્તિમંત કરવા પૂર્વક ગુરુવર્યશ્રીની જન્મભૂમિ બંગાળમાં મુર્શિદાબાદ - મહિમાપુરની ધન્યધરા પર જગવિખ્યાત જગશેઠશ્રી ફતેસિંહજી ગેલડા દ્વારા વિક્રમ ૧૮માં સૈકામાં નિર્માણ પામેલ કસોટીરત્નથી બનેલ કલાત્મક જિનમંદિર સ્વરૂપ દેવકુલિકાની પણ નિકટ ભવિષ્યમાં પુન:સ્થાપના આ જ જિનાલયના પ્રાંગણમાં કરી શ્રીમાન જગતશેઠની સ્મૃતિને ચિરસ્થાઈ કરવામાં આવશે. જેન ઇતિહાસ અને શિલ્પ પરંપરાને ગૌરવપૂર્વક આગળ ધપાવવાનો આ એક અનોખો પ્રયાસ છે. સ્વચ્છ અને સુંદર પરિસરની મધ્યે સ્થાપિત આ જિનાયતનનું શિખર, રંગમંડપનું સામરણ અને શ્રી વદ્ધમાન સ્વામિ આદિ જિનબિંબો સાધક માટે સૂક્ષમ ઉર્જાનું પ્રસારણ કરે છે જેથી ચંચલ મન વિરમિત થઈ પ્રભુ ધ્યાનમાં એકાગ્ર થઈ જાય છે. આ તીર્થ સંકુલમાં શ્રાવક-શ્રાવિકાઓની પૌષધશાળા, યાત્રિકો અને ધર્મશાળા, ભોજનશાળા, પરબ, મેડિકલ સેંટર, વાચનાલય વિ. નિર્માણ પામી ચૂક્યા છે. અમદાવાદથી મહુડીના રસ્તે અક્ષરધામની સમીપે આવેલા આ ભવ્યતીર્થમાં અનેક યાત્રિકો-સંઘો પધારી યાત્રાનો અનુપમ લાભ મેળવે છે. ૧૨૦ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136