Book Title: Jinduttasuri
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 2
________________ 242 શાસનપ્રભાવક બાલમુનિ સેમચંદ્રએ ભાવડાગચ્છના આચાર્ય પાસે પંજિકાનું (પ્રાથમિક) જ્ઞાન મેળવ્યું અને હરિસિંહસૂરિ પાસે સૈદ્ધાંતિક વાચના ગ્રહણ કરી, તથા મંત્રવિદ્યાનું શિક્ષણ મેળવ્યું. મુનિ સેમચંદ્રની શીઘગ્રાહી પ્રજ્ઞાથી હરિસિંહસૂરિ ખૂબ પ્રસન્ન થયા. તેમણે આગમિક જ્ઞાનદાન સાથે પિતાની અધ્યયન સંબંધી સામગ્રી પણ બાળમુનિને પ્રસન્નતાપૂર્વક આપી. મુનિ સોમચંદ્રએ ઉત્તરોત્તર જૈનદર્શનને ગહન અભ્યાસ કર્યો અને તેમાં ઘણી પ્રસિદ્ધિ મેળવી. ઉપરાંત, તેમણે વિદ્યાસાધના દ્વારા અનેકવિધ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી અને આ વિદ્યાના બળે અનેક ચમત્કારિક ઘટનાઓ અને અપૂર્વ શાસનપ્રભાવના થઈ હતી. ચિતોડમાં વિ. સં. 1169 માં વૈશાખ વદિ છઠ્ઠ ને શનિવારે શ્રી દેવભદ્રાચાર્યે તેમને આચાર્યપદે સ્થાપી જિનદત્તસૂરિ નામથી આચાર્ય જિનવલ્લભસૂરિની પાટે સ્થાપન કર્યા. આચાર્ય જિનદત્તસૂરિના યુગમાં રાજ્યાશ્રયને લીધે ચૈત્યવાસી પરંપરાનું બળ ઘણું હતું. સુવિહિત વિધિમાર્ગ પર ચાલનાર જૈનાચાર્યો માટે કટીને યુગ હતે. જિનદત્તસૂરિએ પિતાની સૂઝબૂઝથી ધર્મવિસ્તારનાં નવાં દ્વાર ખોલ્યાં, નવા નિયમ બનાવ્યા અને ખતરગચ્છનું પ્રવર્તન કર્યું. માવાડ, મેવાડ, સિંધ, પંજાબ વગેરે ઉત્તર ભારતના અનેક પ્રદેશમાં વિચરી તેમણે નવા જેને બનાવવાનું કાર્ય માટે પાયે કર્યું. તેમાંયે મારવાડમાં તે તેઓ કલ્પવૃક્ષ સમાન પ્રભાવી બન્યા હતા. અનેક ચૈત્યવાસીઓ અને માહેશ્વરીઓને પિતાના જૈન બનાવ્યા હતા. ઘણા ચૈત્યવાસી યતિઓ તેમના શિષ્ય બન્યા હતા. બિકાનેર વગેરે જેમાં તેમના પ્રભાવે ભાવુક ભાઈબહેનોએ દીક્ષા અંગીકાર કરી હતી. રાજાઓ, રાજ્યના મોટા કર્મચારીઓ, શ્રેષ્ઠિઓ અને ઇતરધર્મીઓ તેમના પ્રભાવે જેન બન્યા હતા. જેનેની આ સંખ્યાવૃદ્ધિ ખરતરગચ્છને મજબૂત અને સમૃદ્ધ કરવામાં ઘણી સહાયક થઈ હતી. શ્રી જિનદત્તસૂરિએ વિ. સં. 1211 માં, બિકાનેરમાં શ્રી જિનચંદ્રને પિતાની પાટે સ્થાપન કર્યા. ખરતરગચ્છમાં આચાર્યોનાં નામ પહેલાં “જિન” શબ્દ જોડવાનું ત્યારથી ચાલુ થયું છે. તેમણે 10 વાચનાચાર્ય અને 5 મહત્તઓ બનાવી હતી. સાહિત્યસર્જનઃ શ્રી જિનદત્તસૂરિ પ્રાકૃત-અપભ્રંશ ભાષાના અધિકારી વિદ્વાન હતા. તેમણે ગણધર સાર્ધશતક (પ્રાકૃત), સંદેહદેલાવલી (પ્રકૃત), ગણધરસમતિ (પ્રાકૃત), વિજ્ઞવિનાશી તેત્ર (પ્રાકૃત), વ્યવસ્થાકુલક (પ્રાકૃત), પ્રકૃતિવિશિકા (પ્રાકૃત) ઉપદેશ રસાયન (અપ્રભંશ), કાલસ્વરૂપ (અપભ્રંશ) ચર્ચરી (અપભ્રંશ) આદિ ગ્રંથ લખ્યા છે. તેમની કૃતિઓ સ્તુતિ રૂપે અને ઉપદેશાત્મક છે. તેમની કૃતિઓમાં ગણધર સાર્ધશતક ઉત્તમ છે. તેમાં 150 ગાથા છે. 35 આચાર્યોના ઇતિહાસની સામગ્રી તેમાંથી મળે છે. શ્રી જિનદત્તસૂરિ અનશનપૂર્વક વિ. સં. 1211 માં અજમેરમાં સ્વર્ગવાસ પામ્યા. શ્રાવકોએ તે સ્થળે સમાધિસ્તૂપ બનાવરાવ્યું હતું, જેની પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વક થઈ હતી. અજમેરમાં ત્યાર પછી શ્રાવકેએ શ્રી પાર્શ્વનાથ દેરાસર અને તેમના નામની “દાદાવાડી” બનાવ્યાં, જે આજે વિદ્યમાન છે. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2