Book Title: Jain Drushtie Tapascharya Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 3
________________ જૈન દષ્ટિએ તપશ્ચર્યા આંખો ઊંડી ઊતરી ગઈ હતી અને બાકોરા જેવી લાગતી હતી. શરીરની નસો બહાર નીકળીને લબડતી હતી. આવી ઘોર તપશ્ચર્યાને કારણે તેઓ વારંવાર બેભાન થઈ જતા. એક વખત એવી રીતે બેભાન બની એક વૃક્ષ નીચે તેઓ પડ્યા હતા તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા ગાયિકાના એક વંદે નજીકમાં આરામ માટે મુકામ કર્યો. તે સમયે પોતાની વીણાને સજ્જ કરવા માટે મુખ્ય ગાયિકાએ બીજીને સૂચના આપી કે “એના તાર વધારે પડતા ખેંચીને મજબૂત ન કરતી, નહિ તો તાર તૂટી જશે અને ઢીલા પણ ન રાખતી, નહિ તો સંગીતની મધુરતા જન્મશે નહિ; તાર મધ્યમસર રાખજે.' તે સમયે જાગ્રત થતાં ભગવાન બુદ્ધ આ શબ્દો સાંભળ્યા અને તરત એમને થયું કે તપશ્ચર્યાની બાબતમાં પણ પોતે મધ્યમ માર્ગ અપનાવવો જોઈએ જેથી બેભાન થઈ ન જવાય. પછી તો સાધનાની પ્રત્યેક બાબતમાં એમણે મધ્યમ માર્ગ અપનાવ્યો. હું એમ માનું છું કે ભગવાન બુદ્ધ જો ભગવાન મહાવીરને મળ્યા હોત તો તપશ્ચર્યા માટે કદાચ જુદો જ અભિગમ એમણે અપનાવ્યો હોત. ભગવાન બુદ્ધ તપશ્ચર્યાને ઇન્દ્રિય ઉપરના સંયમ અને મનની નિર્મળતા માટે સ્વીકારી, પરંતુ ભગવાન મહાવીરે તદુપરાંત કર્મની નિર્જરા માટે પણ તપશ્ચર્યા સ્વીકારી છે એ એક મહત્ત્વની વાત ભૂલવી ન જોઈએ. . દુનિયાના બધા ધર્મોમાં બાહ્ય તપ ઉપર ભાર મુકવામાં આવ્યો છે અને ત્યાં તેનો હેતુ આરોગ્ય, દેહની શુદ્ધિ, ઇન્દ્રિયો ઉપર સંયમ અને ચિત્તની નિર્મળતાનો છે. ગીતાના સત્તરમા અધ્યાયમાં શારીરિક, વાચિક અને માનસિક તપના સાત્ત્વિક, રાજસ અને તામસ એવા પ્રકારો બતાવવામાં આવ્યા છે. તપથી દેહશુદ્ધિ થાય છે એ નિર્વિવાદ વાત છે. ઓપરેશન કરવું હોય તો ડોક્ટરો પણ આગલી સાંજથી ખાવાની અને આપરેશન પછી બાર કે ચોવીસ કલાક પાણી પીવાની પણ મનાઈ કરે છે. એકાસણું, આયંબિલ કે ઉપવાસથી કબજિયાત, અજીર્ણ વગેરે રોગો દૂર થાય છે, એમ વૈદો કહે છે. અમુક સમય સુધી સ્વેચ્છાએ આહાર ન લેતાં ઇન્દ્રિયો શાંત પડે છે. અને અનુક્રમે ચિત્ત પણ શાંત થાય છે. ચિત્તમાં સવિચારો ફુરે છે. માણસ પ્રસન્નતા અનુભવે છે. ગીતા કહે છે : विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8