Book Title: Gyanprabha Tapasvini Author(s): Punyavijay Publisher: Punyavijayji View full book textPage 1
________________ જ્ઞાનપ્રભા તપસ્વિની* શ્રદ્ધેય મહાનુભાવ મહાપુરુષોનું પરમ પાવન જીવન એ, આપણી આંતરપ્રેરણું માટેનું અજોડ સાધન છે. એ શ્રદ્ધેય મહાપુરુષે સાથે નિકટતા અને એકરૂપતા સાધી તેમના ગુણોનું આદરભાવે પૃથક્કરણ કરી જીવનમાં ઉતારવા પ્રયત્ન કરીએ એ જ મહાપુરુષોનું સાચું જીવનચરિત્ર અને એ જ આપણું માટે મહામૂલી વસ્તુ. આમ છતાં મહાપુરુષોના જીવન વિષે આપણે અકેલી સીમા એ તેમના જીવનની કે જીવનચરિત્રની સીમા ન ગણાય. અપૂર્ણ માનવે, મહાપુરુષોને પોતાની જીવનલીમાનાં માનદંડથી ભાપેલા (ઈને, એ માટેનો સાચે માનદંડ બની જ ન શકે. તેમ છતાં જીવનચરિત્રને જાણે તટસ્થ અને સાહજિક ભાવે સ્પર્શવામાં આવે ત્યારે ગમે તે પ્રકારનું જીવનચરિત્ર પોતાના સાચા રૂપમાં ઠીક ઠીક દીપી તો ઉઠે જ છે. આજે એવું જ એક સાધીશ્રીનું જીવનચરિત્ર આપણું નજર સામે આવે છે, જેમાં કૃત્રિમતા કે કૃત્રિમ ગુણોનો આરોપ કરવાની વૃત્તિ આપણે જોતા નથી. પિતાના સહજ સ્વરૂપમાં એ આલેખાઈ ગયું છે અને એથી એની આદેયતા સવિશેષ વધી પડી છે. જીવનચરિત્રની જે લાક્ષણિકતા ગણી શકાય તે આમાં અમુક અંશે સચવાઈ છે. પ્રસ્તુત છવનચરિત્ર સાધ્વીજી શ્રી ૧૦૦૮ શ્રી દાનશ્રીજી મહારાજનું છે. એ સાધીશ્રી પચાસ વર્ષ-અધી સદી જેટલા દીર્ઘપર્યાયનું ચારિત્ર પાળીને પરલેકવાસી થયાં છે. એમના જીવનચરિત્રના આમુખમાં એમના જીવનની હકીકત વિષે તો અહીં મારે કશું જ ઉમેરવાનું ન હોય, તે છતાં અમુક વસ્તુ તો નેધવી જ જોઈએ. જે કુટુંબમાં શ્રીમતી દાનશ્રીજી મહારાજ જન્મ્યાં હતાં એ કુટુંબ સાચે જ એક બડભાગી કુટુંબ ગણાય, જેમાંથી એક પછી એક કાકા, બે ભત્રીજાઓ, એક ભત્રીજી, એક ભત્રીજા વહુ અને ભત્રીજાએની માતાએ દીક્ષા લઈ જૈનશાસનને દીપાવ્યું છે અને પોતાના આત્માનું કલ્યાણ સાધ્યું છે. શ્રીમતી દાનશ્રીજી મહારાજના જીવનમાં આપણે સહજભાવે જ્ઞાન અને ચારિત્રને વિશિષ્ટ પ્રભાવ જોઈ શકીએ છીએ, જેને લીધે તેમના સહવાસથી પ્રતિબધ પામી અનેકાનેક ઉચ્ચ કુટુંબની શ્રાવિકાઓ નાની નાની વયમાં દીક્ષિત થઈ છે. જેમણે શ્રીમતી દાનશ્રીજી મહારાજનાં દર્શન કર્યા છે તેઓને તો “જ્ઞાનપ્રભા તપસ્વિની સાધ્વી શ્રી દાનશ્રીજી’નું (પ્રાજક : શ્રી. ફૂલચંદ હરિચંદ દોશી; પ્રકાશક માણેક શેઠાણી શ્રાવિકા ઉપાશ્રય, કપડવંજ, ઈ. સ. ૧૯૫૨) આમુખ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2