Book Title: Gujaratni Ek Viral Dhatu Pratima Author(s): Ravi Hajranis Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf View full book textPage 1
________________ ગુજરાતની એક વિરલ ધાતુપ્રતિમા રવિ હજરનીસ કેટલાંક વર્ષો પૂર્વે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના વનવિસ્તાર ગઢમહુડીથી ગુજરાત રાજ્ય પુરાતત્ત્વખાતાના ઉત્તર વર્તુળ વિભાગને એક ધાતુપ્રતિમા પ્રાપ્ત થઈ હતી. આ પ્રતિમા તથાગત બુદ્ધની છે કે જૈન તીર્થંકરની તે અદ્યાપિપર્યન્ત અનિર્મીત હતું. આ લેખકને તેની ઓળખ, શૈલી, અને સમયાંકન અર્થે જણાવાતા, વધુ અભ્યાસથી ફલસ્વરૂપ નીકળેલ નિષ્કર્ષ આ લેખમાં રજૂ કરેલ છે. પ્રથમ તો સંશોધનના ઉધોતમાં કયા કારણસર આ મૂર્તિની ચોકકસ ઓળખ થઈ શકેલ નહોતી એ વિગત જોઈએ. ૧. દેવના વક્ષ:સ્થળને આવરતો કેટલોક ભાગ ખંડિત હોવાથી શ્રીવત્સચિહન હશે કે કેમ તે જાણી શકાતું ન હોતું, જે બુદ્ધ કે જિન પ્રતિપાદિત થવા માટે જાણવું જરૂરી હતું, ૨. પ્રતિમાના મસ્તકનાં દક્ષિણાવર્ત ગૂંચળાવાળા કેશ, ઉષ્ણીષ, લંબિત કર્ણ, અને ત્રિવલ્લી વગેરે બુદ્ધ અને જિન મૂર્તિઓમાં એકસરખા હોવાથી ઓળખ (Identification) માટે ઉપયોગી થાય તેમ ન હતું; ૩. સલેખ મૂર્તિ ન હોવાથી લેખિત આધાર નહોતો. આ સંક્ષિપ્ત ચર્ચા બાદ હવે ગઢમહુડીની આ હજી સુધી અપ્રસિદ્ધ રહેલી ધાતુ પ્રતિમા (માપ ૧૨/૨ cms.૪ ૬/૨ ૪૪' cms. )નું વર્ણન જોઈએ. દેવમસ્તકના દક્ષિણાવર્ત ગૂંચળાવાળા કેશ, ઉષ્ણીષ, લમ્બિત કર્ણ, અને કઠે ત્રિવલ્લી વગેરે કંડાર રચના ઉકત વર્ણિત પ્રાચ્ય બુદ્ધ કે જિન શિલ્પો જેવી જ છે. દેવનો જરા શો લંબગોળ, ભાવપૂર્ણ, તેજોમય ચહેરો કોઈ મહાન તપસ્વી સરખો લાગે છે. એમાં ઢળેલાં પોપચાંયુક્ત નયનો ધ્યાનસ્થ ભાવ બતાવે છે. આ પ્રકારનાં ઢળેલાં પોપચાંયકત નેત્રો અકોટાનાં અનિમીલિત ચક્ષુઓની રચના કરતાં ભિન્ન છે. પ્રશાન્ત જિનમુખ કરૂણા, ત્યાગ, અને મૈત્રીના ભાવ દર્શાવે છે. નેત્રો પર ઉપસાવેલ ભ્રમરભંગી ધનુષ્યાકૃતિ છે. આ પરિપાટી જૂની હોઈ કવચિત ક્ષત્રપ શિલ્પોમાં દેખાય છે. વસ્તુતયા ચૌલુકય (સોલંકી) કાળ સુધીમાં સારાયે પશ્ચિમ ભારતમાં એ દષ્ટિગોચર થાય છે. બીડલાં છતાં મધુર સ્મિતથી ઓપતાં અધરો સા(પટણા સંગ્રહાલયમાં સુરક્ષિત)ની ત્રણ જિન પ્રતિમાઓની ઓષ્ટ રચના સાથે સરખાવી શકાય છે. અંકોટક(અકોટા)ની કેટલીક મૂર્તિઓમાં નીચેનો હોઠ સહેજ જાડો અને ઉપલો માત્ર ધનુષ્યાકૃતિ બારીક રેખાથી અંકિત થયેલો છે. અહીં રજૂ થયેલ પ્રતિમાના અધરો અકોટાની પ્રતિમાઓની શૈલીથી ભિન્ન પરન્તુ ચૌસા સાથેનું નિકટનું સામ્ય દર્શાવે છે. બુદ્ધ અને જિન પ્રતિમાઓમાં મસ્તક પાછળથી કે સ્કંધ પાછળથી જતો આડો પાટડો', વ્યાલ સાથે કે કવચિત્ સાદો બતાવે છે. આસનમાં બે ખંભિકા અને વચ્ચે ઉત્કીર્ણ ઊભી રેખાની ભાત કાઢેલી છે. આ થાંભલાઓને રોડાના ખત્તકની ખંભિકાઓ સાથે સરખાવી શકાય”. ગઢમહુડીની પ્રતિમાની ઓળખ માટે બે મહત્ત્વના મુદ્દાઓ નિર્ણાયક બન્યા છે. ૧. દેવની સપ્રમાણ દેહયષ્ટિ પર વસ્ત્રનો અભાવ છે. સામાન્ય રીતે બુદ્ધમૂર્તિઓ સંઘાટી સહિતની હોય છે. Jain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3