Book Title: Dikshana Prakaro
Author(s): Mokshgunashreeji
Publisher: Z_Yatindrasuri_Diksha_Shatabdi_Smarak_Granth_012036.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ૪૬ આર્દ્ર બનેલા દેવતાને એ પ્રમાણે આજ્ઞા આપી એટલે મેતાર્ક બાર વર્ષ ઘરમાં રહ્યો. બાર વર્ષ પૂર્ણ થયા પછી વૈરાગ્યવાસિત મૈનાર્થે દીમાં સીધી દીક્ષા મહોત્સવ પણ મિત્રદેવે કર્યો. શ્રી પતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દિ ગ્રંથ ૧૦. વત્સાનુબંધિકા દીક્ષા : વત્સ એટલે પુત્ર. વત્સન અનુબંધવાળી દીક્ષા તે વત્સાનુબંધિકા નામની દીક્ષા. દા.ત.. વજ્રસ્વામીની માતાની જેમ. ઉપલક્ષણથી પિનાદિના અનુબંધવાળી દીક્ષા પણ ગણાય. મનક વગેરેની દીશા એવી જાણવી.) વજ્રસ્વામીનું દૃષ્ટાંત : વજ્રકુમાર નાના હતા અને પિતાની દીક્ષાની વાત સાંભળતા જ એમને જાતિસ્મરણ જ્ઞાન થયું. એમને દીક્ષા લેવાના ભાવ જાગ્યા. તેમણે વિચાર્યું કે હું બાળક છું જેવી માં વ્રત ન લઈ શકું, પણ હું એવું કરું કે જેથી મારી માતા સુનંદા મારા પરથી સ્નેહ ઉતારી નાખે.' એમ વિચારીને તે રડવા લાગ્યા. માતાએ ઘણાં ઉપાયો કર્યા છતાં તે શાંત થયા નહીં. એમ છ મહિના પસાર થયા. તેટલામાં વજ્રકુમારના પિતા મુનિ નગરમાં પધાર્યા ને સુનંદાના ઘરે ગોચરી વ્હોરવા પધાર્યા. માતા સુનંદા પુત્રથી કંટાળેલી હોવાથી ગોચરીમાં પુત્રને વ્હોરાવી દીધો. પિતામુનિએ તે બાળકને લઈને પોતાના ગુરુ સિંહગિરિમુનિને સોંપ્યો. ‘આ તેજસ્વી રત્ન છે, જેથી તેનું પાલન કરવા યોગ્ય છે.' એમ કહી સૂરિએ પાલન માટે શ્રાવિકાઓને સોંપ્યો. અનુક્રમે ના વર્ષ પસાર થતાં માતાએ પુત્રની માંગણી કરી ત્યારે ગુરુએ કહ્યું ‘હવે પુત્ર પાછો શા માટે માંગે છે ?' સુનંદાએ કહ્યું કે, ‘હું ન્યાયથી પુત્ર મેળવીશ' એમ કહી રાજદરબારે વાત કરી. રાજદરબારમાં એક બાજુ રમકડાં લઈ માતા ઊભી છે ને બીજી બાજુ પિતા ગુરુ ઓધો લઈ ઊભા છે. વચમાં વજસ્વામી છે. બાળકને બોલાવતાં જેની પાસે બાળક જાય તે બાળકનો માલિક થાય. માતા મીઠા વચનોથી બાળકને બોલાવવા લાગી તે વખતે માતાનાં વચનો સાંભળીને વ્રત લેવા માટે દઢ બુદ્ધિશાળી વજ્રકુમાર વિચારવા લાગ્યા કે માતા ઉપકારી છે એમ વિચારી છે હું માતા પાસે જાઉં તો આ ચતુર્વિધ સંઘ દુભાય. વળી હું વ્રત લઉં તો માતા પણ કદાચ વ્રત લે. એટલે વજ્રકુમારે ઓઘો ગ્રહણ કર્યો. તેથી માતાને પણ વૈરાગ્ય ઉત્પન્ન થતાં સંયમ લેવાની ભાવના જાગી. મનકનું દૃષ્ટાંત : શય્યભવ વિપ્રનો પુત્ર મનક હતો. શય્યભવ વિષે (મનકના જન્મ પહેલાં જ) જૈન દીક્ષા ગ્રહણ કરી હતી. આઠ વર્ષનો મનક પિતાની શોધ કરવા નીકળ્યો. તે વખતે ફરતાં ફરતાં. પુણ્યથી ખેંચાયો હોય તેમ મન ચંપાનગરીમાં આવ્યો. આ વખતે શËભવ આચાર્ય કાયચિંતા માટે જતા હતા. તેમણે નિર્દોષ ચળકતા લલાટવાળા બાળકને જોયો. અને પૂછ્યું, ‘બાળક ! તું કોણ છે ? ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે ?' બાળક બોલ્યો, ‘મહારાજ ! હું રાજગૃહી નગરીથી આવું છું. ત્યાંના વત્સ ગોત્રવાળા શષ્યભવ બ્રાહ્મણનો પુત્ર છું. મારા પિતાએ હું ગર્ભમાં હતો ત્યારે જૈન દીક્ષા લીધી છે. તેમને શોધવા હું આવ્યો છું.' મુનિ કહ્યું, “ભદ્ર ! તારા બિનાને હું સારી રીતે જાણું છું. મારા તે મિત્ર છે, મારો દેખાવ અને તેમનો દેખાવ બરાબર એક સરખો છે. તું મારી સાથે ચાલ. મને તારો પિતા સમજજે. હું તને પુત્ર સમજીશ.' ભોળો બાળક Jain Education International ભોળવાયો અને ઉપાશ્રયે આવ્યો. શય્યભવસૂરિએ તેને દીક્ષા આપી. અહીં પણ તેમનું નામ મનકમુનિ જ રાખવામાં આવ્યું. આ પિતાના આલંબનથી પુત્ર મનકે દીક્ષા લીધી. 11. જનિતકન્યકા દીયા : અપરિણીત કન્યાથી ઉત્પન્ન થયેલી વ્યક્તિ કે દીક્ષા લે ને જનિનકન્યકા દીઠા. શિકમારની જેમ. (ઉપલક્ષણથી અન્ય રીતે નિંદિત જન્મવાળાની પણ દીક્ષા જાણવી.) ગંગાકાંઠે સ્મશાનનો સ્વામી લૌટ નામનો ચાંડળ હતો. તેને ગૌરી અને ગાંધારી નામની બે સ્ત્રી હતી. તેમાં ગીરીને એક પુત્ર થયો. પૂર્વ ભથૈ જાતિમંદ કર્યો હતો તેથી તે પુત્ર કદરૂપો અને શ્યામ થયો. ચાંડાલોને પણ ઉપહાસ કરવા લાયક તે થયો. તે લોકોમાં બહુ નિંદિત બન્યો. તેનું નામ બળ પાડ્યું. વિષવૃક્ષની જેમ સૌને દ્વેષ કરવા લાયક તે થયો. ઘણા લોકોને ઉદ્વેગ પમાડતો તે મોટી ધવા લાગ્યો. એકદા બંધુવર્ગ સાથે ખાંડચેષ્ટા કરીને તેણે સર્વની સાથે કલહ કર્યો. તેથી નેતાઓએ તેને પોતાનાથી દૂર કર્યો. તે દૂર જઈને બેઠો તેવામાં ત્યાં એક સર્પ નીકળ્યો. એ જોઈને સર્વ ચાંડાલોએ એકદમ ને આ ઝેરી સર્પ છે' એમ કહીને તેને મારી નાંખ્યો. થોડીવાર પછી બીજો સર્પ નીકળ્યો. તે વિષ રહિત છે એમ જાણીને તેઓએ તેને જવા દીધો. તે જોઈને ‘બળે' વિચાર્યું કે વિષધારી સર્પ હણાય છે અને નિર્વિષ સર્પ મૂકી દેવાય છે. માટે સર્વ કોઈ પોતાના જ દોષથી ફ્લેશ પામે છે. એમ સિદ્ધ થયું, તો હવે પોતે ભદ્ર પ્રકૃત્તિ રાખવી તે જ યોગ્ય છે. એમ વિચારતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાનો પૂર્વ ભવનો વિચાર કરતો ને બળ ગુરુભગવંત પાસે ગયો. તેમની પાસે ધર્મશ્રણ કરીને તેણે દીક્ષા લીધી. ૧૨. પ્રમોદહેતુ દીક્ષા : બહુ માણસોને હર્ષિત કરનારી જે દીક્ષા તે પ્રમાદકોનું દીલા. એ માટે જંબુસ્વામીનું દષ્ટાન સુપ્રસિદ્ધ છે. જંબુકુમાર રાજગૃહી નગરીનાં ઋષભદત્ત અને ધારિણીના એકના એક પુત્ર હતા. કોઈ વખત સુધર્મા સ્વામી ગણધ૨ ભગવાનની દેશના સાંભળી જંબુકુમાર પ્રતિબોધ પામ્યા અને દીક્ષા લેવા માતાપિતાની રજા લેવા ગયા. માતાએ પરણવા માટે આગ્રહ કર્યો. જંકયારે નિકાય કર્યો કે પરણ્યા પછી બીજે જ દિવસે પોને દીયા લેવી. આઠ કન્યા સાથે જંબુકુમારના લગ્ન આરંભાયાં અને એક કન્યા દસ દસ કોડ કરિયાવર લઈ જંકુમારને ત્યાં આવી. આમ એક જ દિવસમાં વૃંદકુમાર એંશી કોડ સોનૈયાનો સ્વામી થયો. પરંતુ એ નિર્મોહી, નિર્વિકારી, ત્યાગી થવાની જજ્ઞાસાવાળાને સાગ-વૈરાગ્ય સભર થાઓ દ્વારા આાટે કન્યાઓને પ્રતિબોધી. તે જ રાત્રે પ્રભવાદિ પાંચસો ચોરો, પોતાનાં માતા-પિતા અને આઠે કન્યાનાં માતા-પિતા એમ પાંચસો સત્યાવીસને પ્રતિબોધ પમાડી જંબુકુમારે એ બધાં સાથે દીક્ષા લીધી. ૧૩. આખ્યાતા દીક્ષા : બીજાએ કહેલા ધર્મને સાંભળીને જે દીક્ષા લેવાય તે આખ્યાતા દીક્ષા. પ્રભવની જેમ. જયપુરના રાજા વિંધ્યને બે પુત્ર હતા. એક પ્રભવ અને બીજો પ્રભુ. પ્રભવ મોટો હોવા છતાં વિધ્ય રાજાએ પ્રભુને રાજ્ય આપ્યું. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5