Book Title: Dariya Jetla Pap Khabochiyama
Author(s): Malaykirtivijay
Publisher: Malaykirtivijayji

View full book text
Previous | Next

Page 5
________________ ૧. અસિ : ધારણા : તપેલીથી વધુ ન વાપરવા. મીઠાઈ અમુક નંગથી વધુ ન વાપરવી એમ ધારી શકાય. સામાન્ય રીતે અમુક નિશ્ચિત ભોજન જ આપણે કરતા હોઈએ છીએ માટે ઉપર ધારણા કરી બતાવી તે રીતની ધારણા સરળ પડે છે અને નિશ્ચિત સિવાયનું જે ભોજન વપરાય તેનો સમાવેશ અમુક વજનનું પ્રમાણ ધારી તેમાં કરી લેવો. આ રીતે ચૌદ નિયમોની સમજૂતી પૂરી થાય છે. પરંતુ ચૌદ નિયમો સાથે-સાથે બીજી ધારવા જેવી ચીજો મહાપુરુષોએ બતાવી છે. તે પણ અહીં બતાવાય છે. એ અંગેની ધારણા પણ શ્રમણોપાસક શ્રાવકોએ કરવા જેવી છે. અસિ એટલે શસ્ત્ર. જેમકે સોય, ચમ્મુ, કાતર, સ્ટેપલર, પંચ, નીલકટર, લેજર, પતરી, સૂડી, તલવાર, ભાલો, બંદૂક વગેરે. આ અંગે સંખ્યામાં મર્યાદા વધારવી. દા.ત. આજે અસિમાં ૨૫ થી વધુ ચીજ ન વાપરવી. એકની એક કાતર ગમે તેટલી વાર વપરાય તો તેની ગણતરી એકમાં જ થાય પરંતુ બીજી કાતરનો ઉપયોગ કરીએ તો તે ગણતરી વધે. એમ બધામાં સમજી લેવું. લખવા વગેરે માટે વપરાતી સ્ટેશનરીની ચીજો. જેમકે-ચોપડી, પેન, ચોપડો, રીફીલ, શાહીવાળો ખડીયો, પેન્સિલ, કંપાસ, કાગળ વગેરે. દા.ત. મસિમાં ૨૫ થી વધુ ચીજનો ઉપયોગ કરવો નહિ. અને કાગળ જેવી છૂટક વસ્તુ માટે જયણા = છૂટ. એકની એક પેન ગમે તેટલી વાર વપરાય તો એકમાં જ ગણતરી થાય. પરંતુ અન્ય પેનો વપરાય તો તેટલી ગણતરી વધે. ખેતીના ઉપયોગમાં આવતાં સાધનો-જે મકે હળ, કોદાળી, પાવડો, ટ્રેક્ટર વગેરે. (ટ્રેક્ટરની ધારણા કૃષિમાં પણ કરવી. અને વાહનમાં પણ કરવી.) દા.ત. કૃષિમાં ૧૫ થી વધુ ચીજોનો ઉપયોગ ન કરવો. જેટલાજેટલા પાવડા વગેરે વપરાય તેટલી-તેટલી ગણતરી વધે. તે ખાસ ધ્યાનમાં રાખવું. દરિયા જેટલા પાપો ખાબોચિયામાં - ૬ ૪. પૃથ્વીકાયઃ અમુકથી વધારે ક્ષેત્રનું ખેડાણ કરવું નહિ. ધારણાઃ દા.ત. ૫૦ વિઘાથી વધારે ખેડાણ કરવું નહિ. ખેડાણ કરવાનું કે કરાવવાનું ન હોય તો ત્યાગ ધારી શકાય. ૫. અકાય: પીવામાં, સ્નાનમાં, ધોવા વગેરેમાં થઈને કુલ નિશ્ચિત પ્રમાણવાળી અમુકથી વધારે ડોલ કે ઘડા પાણી ઉપયોગમાં લેવું નહિ. આ નિયમ ધારનારે નળ નીચે કે જળાશયમાં સ્નાન કરવું નહિ. જો બાથ કે તળાવ વગેરેમાં સ્નાનાદિ માટે જવાનું નિશ્ચિત જ હોય તો બાથ તળાવાદિની સંખ્યા ધારી લેવી. ધારણા : દા.ત. કુલ પાણી ૫૦ ડોલથી વધુ ઉપયોગમાં ન લેવું. અથવા ૫૦ ડોલ ઉપરાંત એક બાથ અને બે અન્ય જળાશયની છૂટ. (જો સ્ટીમરમાં દરિયો પાર કરવાનો પ્રસંગ આવે તો તે અંગે પણ ધારણા કરી લેવી.) ૬. તેઉકાયઃ ચૂલો, પ્રાયમસ, લાઈટ, તાપણું વગેરેમાં અગ્નિકાયની હિંસા થાય છે. માટે તે અંગે મર્યાદા ધારવી. ધારણા : દા.ત. ચૂલો, પ્રાયમસ વગેરે રસોઈ માટે પેટાવવાના સાધનો ૧પથી વધુ ન વાપરવા. અને ૧૦૦ થી વધુ વખત લાઈટપંખો-ટી.વી. વગેરેની સ્વીચો ચાલુ-બંધ ન કરવી. ઈત્યાદિ અગ્નિકાયના હિંસા સંબંધી સાધનો માટે ધારણા કરવી. ૭. વાયુકાય : વાયુની હિંસા પૂંઠાથી પંખો નાંખવામાં, ઈલેક્ટ્રીક પંખાનો ઉપયોગ કરવામાં, હિંચકો ખાવામાં વગેરે રીતે થાય છે. માટે તે અંગેની મર્યાદા ધારવી. ધારણાં : દા.ત. ૧૦ થી વધુ પંખા ન વાપરવા, પાંચથી વધુ હિંચકા ન વાપરવા અને કુલ તે સર્વે પાંચ કલાકથી વધારે ન વાપરવા. જો કે બોલવા વગેરેમાં પણ વાયુકાયની હિંસા થાય છે. પરંતુ તેની ધારણા મુશ્કેલ હોઈ તેની જયણા જ સમજી લેવી. ૮. વનસ્પતિકાયઃ શાક, ફૂટ, પુષ્પ, બાવળ વગેરેનું દાતણ, પત્ર, વૃક્ષ વગેરે જે-જે વનસ્પતિ છે-તે સંબંધી મર્યાદા ધારવી. ધારણા : દા.ત. ૨૫ થી વધુ વનસ્પતિ ન વાપરવી. (ભૂલથી કે અનિવાર્ય સંજોગોમાં ઘાસ ઉપર ચલાય કે વનસ્પતિનો સ્પર્શ થઈ જાય તો તેની જયણા.) દરિયા જેટલા પાપો ખાબોચિયામાં - ૭ ૨. મસિઃ ધારણો : ધારણા :

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8