Book Title: Chaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 377
________________ 390 ચૌદ ગુણસ્થાન ભાગ-૩ હોય તે પ્રગટ કર.” મુમુક્ષુ બોલ્યો- “ભગવન્, કેવલી સમુદ્યાત કરનારા દરેક કેવળી હશે કે કોઇ ન પણ હોય ? આનંદમુનિએ ઊલટથી કહ્યું, ભદ્ર, તારી જિજ્ઞાસા યોગ્ય છે. સાંભળ? જેમને છ માસથી અધિક આયુષ્ય વિધમાન છતાં કેવલજ્ઞાન પ્રાપ્ત થાય તેઓ અવશ્ય સમુઘાત કરે છે. અને જેમનું આયુષ્ય છ માસની અંદરનું હોય તે વખતે જેઓને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય તેઓની સમુદઘાતની બાબતમાં ભજના છે- વિક્ય છે. અર્થાત તેઓ સમુદ્રઘાત કરે અથવા ન પણ કરે. | મુમુક્ષુએ બીજી જિજ્ઞાસા પ્રગટ કરી. “ભગવદ્, સમુદ્યાતને કરનારા એ કેવલી મહાત્માઓ અહિં કેવું ધ્યાન કરતા હશે ? તે કૃપા કરી કહો.” આનંદમુનિ બોલ્યા- “ભદ્ર, કેવલી સમુદ્યાતથી નિવૃત્ત થઇ મન, વચન અને કાયાના યોગને નિરોધવા માટે અહિં કેવલી ભગવાન શુક્લ ધ્યાનના ત્રીજા પાયાનું ધ્યાન કરે છે એ શુક્લધ્યાનનો ત્રીજો પાયો સૂક્ષ્મક્રિયા નિવૃત્તિના નામથી ઓળખાયા છે, કારણ કે, તેમાં યોગની કંપનરૂપ ક્રિયાને સૂક્ષ્મ કરવામાં આવે છે.” | મુમુક્ષુ બોલ્યો “મહાનુભાવ, એ સૂક્ષ્મ ક્રિયા નિવૃત્તિ વિષે વિશેષ સમજુતી આપો. યોગની ક્યિા ને કેવી રીતે સૂક્ષ્મ કરવામાં આવે છે ?” આનંદર્ષિ બોલ્યા- “ભદ્ર, એ સૂક્ષ્મ ક્રિયા નિવૃત્તિ નામના શુક્લ ધ્યાનના ત્રીજા પાયામાં ધ્યાતા કેવલી મન, વચન અને કાયાના યોગને સૂક્ષ્મ કરે છે. તે કેવી રીતે કરે છે ? તે સાવધાન થઇ શ્રવણ કર. એ ધ્યાનના ધ્યાતા કેવલી આત્મવીર્યની અચિંત્યા શક્તિથી બાદરકાયયોગના સ્વભાવમાં સ્થિત થઇ, બાદરવચનયોગ

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412