Book Title: Chandrashekhar Vijayji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 2
________________ શ્રમણભગવત-૨ 6389 આસાન વાત ન હતી. એમની ધાક એવી કે ઈન્દ્રવદન એમની સામે બેસીને એક અક્ષર પણ બેલી ન શકે. આવી સ્થિતિમાં એમણે એક નવો રાહ અપનાવ્યું. રેજ સાંજે જીવાભાઈને ટેબલ પર પિતાની સમભાવના વ્યક્ત કરતે 15-20 પાનાને પત્ર લખીને મૂકી જાય. ધીરે ધીરે જીવાભાઈનેય ખ્યાલ આવ્યો કે ઈન્દ્રવદન સંસારમાં પડે એ આત્મા નથી. આમ છતાં એની ભાવનાને પાછી ઠેલવાની મુરાદ પૂર્વક એમણે ઇન્દ્રવદનને કહ્યું કે, “તું મેટ્રિક પાસ થઈ જા, પછી તને દીક્ષા માટે રજા આપું”. ઈન્દ્રવદને દીક્ષાની ભાવના સાકાર કરવા કમર કસીને મેટ્રિકની પરીક્ષા પાસ કરી. જીવાભાઈએ બીજી પણ અનેક શરતે મૂકી અને એ બધી શરતમાં પણ ઈન્દ્રવદન ઉત્તીર્ણ થયા. ઈન્દ્રવદનની તીવ્ર અને દઢ દીક્ષાભાવના સૌને સ્પર્શી ગઈ. દિક્ષાને નિર્ણય નિશ્ચિત બની ગયા. મુહૂર્ત નક્કી થઈ ગયું. દીક્ષાના ઓચ્છવનું ભવ્યાતિભવ્ય આયોજન થયું. સં. ૨૦૦૮ના વૈશાખ વદ ૬ના શુભ દિવસે મુંબઈ-ભાયખલાના વિશાળ પટાંગણમાં અઢાર વર્ષની ઉંમરે ઈન્દ્રવદને દીક્ષા અંગીકાર કરતાં, તેમને પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજે પોતાના શિષ્ય બનાવી મુનિશ્રી ચંદ્રશેખરવિજયજી નામે જાહેર કર્યા પૂ. મુનિશ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ દીક્ષા પછીનાં શેડાં જ વર્ષોમાં સંયમની ઉત્કૃષ્ટ સાધના અને જ્ઞાનપ્રાપ્તિની સતત ઉપાસના સાથે ખૂબ ખ્યાતિ પામ્યા અને એમાં આજે ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે. પૂજ્યશ્રીની મેધા અને પ્રજ્ઞા અદ્ભુત છે. ન્યાય, વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય આદિ સમગ્ર વિશ્વમાં તેઓશ્રી પારંગત છે. વ્યાખ્યાનકાર તરીકે તેઓશ્રીની નામના જૈન સમાજમાં અજોડ ગણાય છે. પૂજ્યશ્રીની વ્યાખ્યાનવાણીને જાદુ યુવાનવર્ગ ઉપર તો અદ્ભુત છવાયે છે. રામાયણ અને મહાભારત ઉપરનાં પૂજ્યશ્રીનાં જાહેર પ્રવચનેએ જેનેતરને પણ મુગ્ધ બનાવ્યાં છે. પૂજયશ્રીની વાણીમાં તેમ જ કલમમાં પણ અદ્ભુત સામર્થ્ય છે. આર્યાવર્તની સંસ્કૃતિની રક્ષા કાજે અને જૈનશાસનના ગક્ષેમ કાજે તેઓશ્રીની વાણી અને કલમ સદા વહેતી રહી છે. તેના પરિણામસ્વરૂપ, નવયુવાનનું ઘડતર, અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષકદળ, વર્ધમાન સંસ્કૃતિધામ, તપોવન સંસ્કારધામ, વગેરે સ્થાયી કાર્યો તેમ જ તીર્થોની રક્ષા, વિપુલ સાહિત્યસર્જન, સાધમિકેનું ઉત્થાન, જીવદયા આદિનાં કાર્યો અદ્દભુત રીતે થયાં છે. ખરેખર, પ્રવર્તમાન શ્રમણ સમુદાયમાં પૂજ્યશ્રી એક તેજસ્વી રત્ન છે. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2