Book Title: Bhagwati Sutra Part 14
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 15
________________ , દીક્ષા પછી અઢી મહિનાને આંતરે ફલેદી ચોમાસા દરમ્યાન શ્રી વિનેહમુનિને હાજતે જવાની સંજ્ઞા થઈ અને તે માટે જવા તૈયાર થયા એટલે તેમના ગુરુએ કહ્યું કે બહુ ગરમી છે, જરાવાર થોભી જાવ એટલે શ્રી વિનેદમુનિએ રજોહરણ વગેરેની પ્રતિલેખના કરી તે દરમ્યાન ન રેકી શકાય એવી હાજત લાગી તેથી ફરી આજ્ઞા માગતાં જણાવ્યું કે મને હાજત બહુ લાગી છે તેથી જાઉં છું, જલદી પાકે ફરીશ કાળની ગહન ગતિને દુખદ્ રચના રચવી હતી. આજે જ હાજતે એકલા જવાને બનાવ બન્યા હતા, હંમેશાં તે બધા સાધુઓ સાથે મળીને દિશાએ જતા. હાજતથી મેકળા થઈ પાછા ફરતા હતા, ત્યાં રેલ્વે લાઈન ઉપર બે ગાયે આવી રહી હતી. બીજી બાજુથી ટ્રેઈન પણું આવી રહી હતી તેની હિસલ વાગવા છતાં પણ ગાયે ખસતી ન હતી શ્રી વિનેદમુનિનું હૃદય થરથરી ઉઠર્યું અને મહા અનુકંપાએ મુનિના હૃદયમાં સ્થાન લીધું. હાથમાં રજોહરણું લઈ જાનના જોખમની પરવા કર્યા વગર ગાયને બચાવવા ગયા. ગાયોને તે બચાવી જ લીધી પરંતુ આ ક્રિયામાં છકાય જીવની દયાના સાધનભૂત જે રજોહરણ કે વિદમુનિને આત્માથી વધારે પ્યારું હતું, તે રેલવે લાઈન ઉપર પડી ગયું. અને શ્રી વિનોદમુનિએ તે પાછું સંપાદન કરવામાં જડવાદને સિદ્ધ કરતાં રાક્ષસી એન્જિનને ઝપાટે આવ્યા અને પિતાનું બલિદાન આપ્યું. અરિહંત અરિહંત એવા શબ્દો મુખમાંથી નીકળ્યા અને શરીર તૂટી પડયું. રક્ત પ્રવાહ છૂટી પડશે અને થોડા જ વખતમાં પ્રાણાંત થઈ ગયે, બધા લોકો કહેવા લાગ્યા કે ગૌરક્ષામાં મુનિશ્રીએ પ્રાણ આપ્યા અંતિમ સમયે મુનિશ્રીના ચહેરા પર ભવ્ય શક્તિ જ દેખાતી હતી. ' , છે. હંમેશાં તેઓ જે તરફ હાજતે જતા હતા તે તરફ ફલોહીથી કિરણ કલરફ જવાની રેલ્વે લાઈન હતી. 'આ લાઈન ઉપર રેલ્વે સત્તાવાળાઓએ ફાટક મૂકેલ નથી ત્યાં રસ્તા પણ છે. એટલે પશુઓની અવરજવર હોય છે. અને વખતે વખત ત્યાં ઢોર રેલવેની હડફેટે ચડી જવાના પ્રસંગ બને છે. ફલેદી સંઘે આ દુર્ઘટનાના ખબર રાજકેટ, ટેલીફેનથી આપ્યા. જે ધખતે ટેલીફોન આવ્યું. તે વખતે વિદમુનિના પિતાશ્રી બહાર ગયા હતા. અને માતુશ્રી મણિબેન સામાયિક-પ્રતિક્રમણમાં બેઠાં હતાં, માત્ર એક નકર જ ઘરમાં હતું કે જેણે ટેલિફેન ઉઠાવ્યો પણ તે કાંઈ ટેલીફેનમાં હકીકત સમજી શક્યો નહીં અને સાચા સમાચાર મેડા મળ્યા. જેથી તેઓ સ્પેશ્યલ પ્લેનથી ફલેદી પહોંચે તે પહેલાં અગ્નિસંસ્કાર થઈ ગયે સૂચનાનો ટેલીફોન

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 683