Book Title: Bada Kosh
Author(s): Ratilal S Nayak, Bholabhai Patel
Publisher: Akshara Prakashan

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંપાદકીય હિન્દી ભારતની પ્રમુખ ભાષા છે. આપણા બહુભાષી દેશમાં હિન્દી એક કડીભાષા તરીકે પ્રતિષ્ઠિત છે. દિન-પ્રતિદિન એનો વપરાશ વધતો જાય છે. ગુજરાતી આદિ અન્ય ભાષાઓને પણ એની સાથે સંબંધ રાખવો અનિવાર્ય બન્યો છે. શાસનથી માંડી સમાજ-જીવન–વહીવટી, વેપારી, વ્યવસાયી, છાપાં, ચોપડીઓ, પ્રસાર માધ્યમો-સૌને આજે હિન્દી સાથે નાતો બંધાયો છે. સરકારી કચેરીઓ, પોસ્ટ, બેન્ક ઇત્યાદિના કર્મચારીઓને પણ હિન્દીના શબ્દો શીખવા તાલીમ અપાઈ રહી છે. શાળાકોલેજના વિદ્યાર્થીવર્ગને તો હિંદીની અતિ જરૂર છે જ. તેમને વિષય તરીકે હિંદીનો અભ્યાસ કરવો પડે છે એટલું જ નહિ તેઓ હિંદી હિંદુસ્તાની કે રાષ્ટ્રભાષાની પરીક્ષાઓ પણ આપે છે. કોશનો ઉપયોગ શબ્દનો અર્થ કે શબ્દની જોડણી જોવા માટે થાય છે તેમ ભાષાતર વેળા પણ શબ્દના એકથી વધુ પર્યાયની જરૂર પડે છે તેથી સર્વને એમની જરૂરિયાત સંતોષવામાં ઉપયોગી બની રહે એ હેતુ પણ અમે લક્ષ્યમાં લીધો છે. આ રીતે આ કોશ સામાન્ય જનસમૂહ, કર્મચારીવર્ગ, અભ્યાસી તેમજ વિદ્યાર્થી સમુદાય વગેરે સર્વને ઉપયોગી બની રહે અને અદ્યતનતા અને વિશાળ શબ્દસંખ્યા આ કોશની એક લાક્ષણિકતા બની રહે એ તરફ પણ અમે દૃષ્ટિ રાખી છે. ગુજરાતીને જેમ સંસ્કૃત સાથે સ્ત્રોતસંબંધ છે એવું જ હિંદીનું પણ છે – એ પણ ઊતરી આવી છે તો સંસ્કૃતમાંથી જ; પછી એમાં અરબી-ફારસી, ઉર્દુ, અંગ્રેજી આદિના શબ્દો આવતા રહ્યા છે. અમે તેથી અહીં હિંદી સાથે સંસ્કૃતના, અરબી-ફારસીના શબ્દો તો લીધા જ છે પણ અંગ્રેજીનાય શબ્દો પણ ઠીકઠીક સંખ્યામાં લીધા છે; પ્રસાર માધ્યમો, તકનિકી વિદ્યા, વિજ્ઞાન, વાણિજ્ય, પોસ્ટ, બૅન્ક વગેરેને લગતા શબ્દો પણ લીધા છે. આ કોશનો ઉપયોગ કરનારને કેટલીક વસ્તુ અલગ વિભાગમાં તૈયાર સ્વરૂપે મળે એ “કોશ'નું એક વિશિષ્ટ પાસું છે. તેથી અમે વિવિધ પરિશિષ્ટો આપી પુષ્કળ સામગ્રી અલગ અલગ મથાળાં નીચે “કોશ'ના પાછલા ભાગમાં આપી છે. કેટલાક કોશોમાં “એક પક્ષી', “એક પ્રકારનું ઝાડ' એ રીતે પર્યાય મૂકવામાં આવે છે જ્યારે અમે અહીં એવી જગ્યાએ પરિચયાત્મક સંક્ષેપથી અર્થ બતાવેલ છે. “બાગબા(વા)ન” જેવામાં ‘બાગબાન, બાગવાન' એમ શબ્દો અલગ કરીને મૂક્યા છે જેથી આંખ તરત શોધી શકે. આમ, ઉપયોગિતા અને શબ્દ શોધવામાં સરળતા એ બંનેને અમે ખાસ અગ્રિમતા આપી છે. આશા છે અમારો આ પ્રયાસ સૌનો આવકાર પામી શકશે. સૂચનો આવકાર્ય છે. ૨૩, રચના સોસાયટી, – સંપાદક સેટેલાઇટ રોડ, અમદાવાદ - ૩૮૦૦૧૫ તા. ૧૫ જુલાઈ ૨૦૦૧ દ્વિતીય આવૃત્તિ પહેલી આવૃત્તિમાં રહી ગયેલા મુદ્રણદોષ સુધારી લીધા છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 610