________________
પૂ ઉપાધ્યાયશ્રો જયંતવિજયજી ગણિવરની પ્રેરણાથી જે સગહસ્થાએ આ પ્રકાશનમાં સાહાય કરી છે તેઓની મૃતભક્તિ પણ અનુમોદનીય અને અનુકરણીય છે.
પ્રથમના સંશોધન કાર્યથી આ વખતનું સંશોધન કાર્ય ઘણા જ ખંતથી કરવામાં આવ્યું છે છતાંય મતિમંદતા ત્યાં પ્રેસષથી રહી ગયેલી ખલના સુધારી પૂજ્ય સ્વર્ગસ્થ ગુરુદેવની કૃપાપ્રસાદીરૂપ આ કૃતિઓને યથાયોગ્ય ઉપયોગ કરી વાંચકે આત્મ કલ્યાણ સાધે એ ભાવના સાથે વિરમું છું. લાલબાગ જૈન ઉપાશ્રય ) ભુલેશ્વર, મુંબઈ ૪
ભાસ્કરવિજય. મહા સુદ પૂર્ણિમા: ૨૦૦૩
તા. ૫-૨-૪૭