Book Title: Ashtapad Maha Tirth 02
Author(s): Rajnikant Shah, Others
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 6
________________ Blessing from Pujya Mrigendra Vijay Maharaj Saheb યાત્રા અષ્ટાપદની... પ્રાચીન કાળથી કૈલાસગિરિ ભારતીય અને તિબેટીયન પ્રજાનું સૌનું શ્રદ્ધાકેન્દ્ર રહ્યું છે. જૈનો તેને અષ્ટાપદ તરીકે જાણે છે. જૈન આગમગ્રંથો તેમજ તે પછી આજ સુધીનો જૈન રચનાઓમાં અષ્ટાપદ વિશે અનેક ઉલ્લેખો ઉપલબ્ધ છે. એ દૃષ્ટિએ અષ્ટાપદ વિશે અભ્યાસ અને સંશોધનકાર્ય થાય તે ઈચ્છનીય હતું. આ દિશામાં સૌથી પ્રથમ આવકારદાયક પગલું ન્યૂયૉર્કના જૈન સેન્ટર ઑફ અમેરિકાએ ભર્યું અને અષ્ટાપદ વિષયનું ઉપલબ્ધ તમામ સામગ્રીને એકત્રિત કરવાનું કામ શરૂ થયું જેના ૨૦ વૉલ્યુમો તૈયાર થયા. તે પછી ભારતમાં વિવિધ સ્થાને પ્રદર્શનો અને સેમિનારો યોજીને લોકજાગૃતિ ઊભી કરી. આના અનુસંધાનમાં જ ૨૦૦૬માં તા. ૨૮ મે થી તા. ૨૦ જૂન ડેલીગેટ સાથે એક સ્ટડીગ્રુપ તેમાં જોડાયું એમાં મને પણ જવાનો લાભ મળ્યો. તે પછી બીજીવાર પણ ૨૦૦૭ અને ૨૦૦૯ માં માનસ યાત્રાઓ યોજાઈ હતી. આ બધાં પ્રયત્નોના પરિણામ રૂપે ૨૦૧૦ માં ન્યૂયૉર્કમાં જૈન સેન્ટર ઑફ અમેરિકા તરફથી અષ્ટાપદજી ચૈત્યનો પ્રતિષ્ઠા-મહોત્સવ સંપન્ન થયો. આમ સુશ્રાવકવર્ય ડૉ. રજનીકાંતભાઈ શાહનું એક સુંદર સ્વપ્ન મૂર્તિમંત બન્યું. પ્રસ્તુત ગ્રંથમાં અષ્ટાપદ અંગે વિવિધ વિસ્તૃત જાણકારી તેમજ સામગ્રી આપવામાં આવી છે એટલે તેને અષ્ટાપદનું એનસાયકલોપીડીયા કહીને તેનું મૂલ્યાંકન કરવું ઉચિત ગણાશે. ધર્મ લાભ તારીખ : ૩૧-૧૦-૨૦૧૧ જ્ઞાન પંચમી VI લી. પ્રવર્તક મુનિશ્રી મૃગેન્દ્ર વિજય

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 532