Book Title: Aho Shruta gyanam Paripatra 12 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 4
________________ ચાલો, મુતવારસાને સાચવી લઈઍ... અનંત ઉપકારી પરમાત્માશ્રી મહાવીર પ્રભુની વાણી રૂપી દ્વાદશાંગીને સમયજ્ઞ પૂ. દેવદ્ધિગણી ક્ષમાશ્રમણે લેખનબદ્ધ કરી. તે તાડપત્ર અને હસ્તપ્રતોના સાચા માલિક અને ઉત્તરાધિકારી શ્રી જૈન સંઘ છે. તથા છેદગ્રંથો, આગમગ્રંથો આદિ વિશિષ્ટ શ્રુતના પઠનપાઠનના અધિકારી ગુર્વાજ્ઞાપ્રાપ્ત યોગોદ્વહન કરેલ શ્રમણ-શ્રમણી ભગવંતો જ છે. વર્ષો સુધી એની માલિકી અને પઠન-પાઠનનો અધિકાર શ્રમણપ્રધાન જૈન સંઘનો જ હતો અને છે. તેમ છતાં સત્તરમી સદીમાં અને તે પછી અંગ્રેજી, જર્મન આદિ પ્રોફેસરો જૈન ધર્મના સમૃદ્ધ શ્રુતવારસા તરફ વળ્યા... તેના અભ્યાસ-સંશોધનાદિ કરી ગ્રંથો પણ કેટલાક બહાર પાડ્યા. મુખ્યત્વે અંગ્રેજોના શાસનકાળ દરમ્યાન અને તે પછી પણ ગમે તે કારણસર આપણો અમૂલ્ય શ્રુતવારસો કેટલીક વિદેશની લાયબ્રેરીઓમાં તથા કેટલોક આપણા દેશની સરકારી કે અર્ધસરકારી ટ્રસ્ટ કે ખાનગી લાયબ્રેરીઓમાં હાલ છે, કે જેના પર શ્રમણપ્રધાન સંઘનું કોઇપણ પ્રકારનું નિયંત્રણ નથી. શ્રીસંઘની ૧૦ લાખ હસ્તપ્રતો પૈકી બે લાખ હસ્તપ્રતો પર શ્રીસંઘની કે ગુરૂભગવંતોની કોઇ પણ પ્રકારની દેખરેખ કે અંકુશ નથી. વિદેશમાં અને સરકારી ઇન્સ્ટીટ્યુટોમાં રહેલ ઓરીજીનલ હસ્તપ્રતો હવે આપણને પાછી મળે એ આશા રાખવી વ્યર્થ છે. છતાં તેમાના પદાર્થો ઝેરોક્ષ રૂપે દ્રવ્યની સહાયથી પાછા લાવી શકાય છે. L -: વિદેશી કેટલાક સંગ્રહસ્થાનો:વિદેશી વિદ્વાનોએ મૂલ્યવાન હિરાની જેમ આપણા બધા ગ્રંથોને સાચવીને જે તે ગ્રંથોની વિશેષતાઓની નોંધ પૂર્વક, તેની ઘણી બધી વિગતો સાથેના કેટલોગ બનાવી પ્રકાશિત પણ કરાવ્યા છે. અને જે તે સંસ્થા પોતાના આગવા નિયમમુજબ આ ગ્રંથોની ઝેરોક્ષ નકલ ખર્ચ લઇને આપતા હોય છે. આવા કેટલાક વિદેશી લાયબ્રેરીઓના બહાર પડેલા કેટલોગ નીચે મુજબ છે. (1) Catalogue of Jain Manuscripts of British Library - Institute of Jainology (2) Catalogue of Sanskrit MSS in British Meseum - India Office Library-London (3) Catalogue of Jain MSS at Berlin - Walther Sehybring/Libzing Germony -: ભારતીય કેટલાક હસ્તપ્રત સંગ્રહસ્થાનો :આપણા દેશમાં પણ સરકાર સંચાલિત કેટલાક સમૃદ્ધ ઇન્સ્ટીટ્યુટોમાં અન્ય ધર્મની સાથે જૈન ધર્મની પણ હસ્તપ્રતોનો અમૂલ્ય ખજાનો સચવાયેલો છે. આઝાદી પછીના કાળે પ્રારંભમાં તેની સાચવણી અને તેના વિસ્તૃત કેટલોગ બનાવવામાં આપણા ગુરૂભગવંતો કે જૈન વિદ્વાનોએ કાર્ય કર્યા છે. અને તે કેટલોગો સરકારી ગ્રાન્ટ વડે પ્રકાશિત પણ થયા છે. તે સંસ્થાઓ પણ જૈનોના અપ્રગટ ગ્રંથોને વિદ્વાનો દ્વારા પ્રકાશિત કરતી હતી. પરંતુ સરકારી ખાતુ અને દિવસે દિવસે વધતા પગાર ધોરણને કારણે અત્યારે તેમને મળતી ગ્રાંટની રકમ વહીવટીય વ્યવસ્થા ખર્ચામાં જ વપરાતી જાય છે. અને જે તે ગ્રંથોની જાળવણી અને સુરક્ષામાં ઉણપ વર્તાય છે. ક્યારેક તો વળી નીચેના લેવલથી જ જે તે ગ્રંથો ચોરાઇ જવાનો પણ ભય રહે છે. જો કે હાલ આ બધી જ સંસ્થાઓ પોતાના નિયમ મુજબ ખર્ચ લઇને જે તે ગ્રંથોની ઝેરોક્ષ કે સ્કેન કરેલ નકલ માંગ્યા મુજબ આપે છે. આપણે જ્ઞાનદ્વવ્યનો સઉપયોગ કરીને - ખર્ચીને આ રીતે પણ આપણું મહત્વનું શ્રુત પાછુ મેળવી શકીએ છીએ.Page Navigation
1 2 3 4 5 6 7 8