Book Title: Aho Shruta gyanam Paripatra 04 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 7
________________ | વૈયાની વાત પૂજ્ય ગુરુભગવંતોની પ્રેરણા અને માર્ગદર્શનથી ઘણા સંઘોમાં જ્ઞાનભંડારો શરૂ થયા છે ઘણે ખરે તો સંયમી જ્ઞાનભક્તિરસિક શ્રમણ-શ્રમણીઓ જ શ્રુતભક્તિથી પ્રેરાઇને નવા જ્ઞાનભંડાર વસાવવાની જરૂરી કાર્યવાહી, જુના ભંડારો-અવ્યવસ્થિત ભંડારોને વ્યવસ્થિત સક્રિય બનાવવાના પ્રયત્ન કરતા હોય છે. વળી, જિનશાસનમાં જ શ્રુતભક્તિથી પ્રેરાઇ ઘણા આચાર્ય ભગવંતો વિ. પ્રાચીન પુસ્તકોના પુનર્મુદ્રણ વિગેરે દ્વારા તેને ઉપલબ્ધ કરાવે છે. ઉપરાંત દરેકે દરેક જ્ઞાનભંડારોમાં ભેટરૂપે પણ મોકલવાની પ્રેરણા કરે છે. અને આ જ બધા કારણોને લઇને શ્રી જૈન સંઘોમાં વર્ષો વર્ષથી શ્રુતજ્ઞાની ભક્તિની આ સુદીર્ઘ પરંપરા જળવાઇ રહી છે. | બીજી બાજુ કેટલાક પ્રકાશનોના સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના મહત્વના પુસ્તકો વેચાણમાં જ આવતા હોય છે. જો કોઇ સંઘના જ્ઞાનદ્રવ્યમાંથી જ તે છપાયા હોય તો આ રીતે વેચાણથી જ આપવા તે કેટલું ઉચિત ગણાય તે વિચારણીય બની રહે છે. સંઘ સંચાલિત જ્ઞાનભંડારોના વ્યવસ્થાપકો મોટે ભાગે જેટલા ભેટ મળે તેટલા પુસ્તકો જ્ઞાનભંડારમાં મંગાવી લે છે, પરંતુ સામાન્ય કિંમતના પુસ્તકો પણ મંગાવવાની બેદરકારી દાખવે છે અથવા તો ટ્રસ્ટીઓની સંમતિની બહુ મોટી પ્રોસીઝરમાંથી પાસ થવું પડે છે, આ કેટલું ઉચિત ? તે વિચારવું ઘટે છે, આ રીતે નવા પ્રકાશિત ગ્રંથોની પ્રાપ્તિસ્થાનમાં ઢગલે ઢગલા નકલો પડી હોવા છતાં જ્ઞાનભંડારોને ઉપલબ્ધ થતા નથી. ખરીદની વૃતિના અભાવે નવા સારા પુસ્તકો ના હોવાથી જ્ઞાનભંડારના આલીશાના સુંદર મકાનો આત્મા વિનાના શરીર જેવા મૃતપ્રાયઃ બનવા લાગે છે. જો દરેક સંઘ કે ગુરુભગવંતો જ્ઞાનદ્રવ્યમાંથી જ આવા સારા સારા પુસ્તકોની ૧૫૦/૨૦૦ નકલો ખરીદીને, તે સંઘનું સૌજન્ય વિગેરે નામના સ્ટી ફરો છાપીને પણ દરેક જ્ઞાનભંડારોને ભેટ મોકલી આપે તો આ રીતે પણ જ્ઞાનભંડારો સમૃધ્ધ થઇ શકે છે. આમાં ઘણી નકલ ખરીદવાની હોઇ પ્રકાશન સંસ્થા તરફથી ૨૫/૩૦% ડીસ્કાઉન્ટ પણ મળી શકે. ઉપરોક્ત કાર્ય માટે ભારતભરના સારા જ્ઞાનભંડારોનું લીસ્ટ બનાવવાનું ગમે નક્કી કર્યું છે. પૂજ્યોના સંપર્કથી ગુજરાત, રાજસ્થાન, મુંબઇ વિગેરેના સરનામા તો સરળતાથી પ્રાપ્ત થઇ શકે છે, પણ એ સિવાયના ક્ષેત્રના જ્ઞાનભંડારોની માહિતીની અમને ખૂબ જરૂર છે. જો કોઇને આ બાબત જાણ હોય તો ૨-૩ હજાર પુસ્તક-પ્રતની સંખ્યાવાળા, સુયોગ્ય જાળવણીવાળા જ્ઞાનભંડારોની યાદી અમને મોકલશો તો આપનો ખૂબ આભારી થઇશ. - ઘણીવાર દૂર દૂરના જ્ઞાનભંડારોમાં પુસ્તક-પ્રતો મોકલવામાં કુરીયર વિગેરેની ઘણી તકલીફ રહે છે એટલે એવા પણ કારણથી દૂરના પ્રદેશોમાં તે ઉપલબ્ધ થતા નથી પરંતુ શ્રુતભક્ત શ્રાવકો આ રીતે નજીકના સારા જ્ઞાનભંડારોમાં પુસ્તકો પહોંચાડવા માટે તૈયાર થાય, એક વ્યવસ્થિત તંત્ર ગોઠવાય તો ચુતની ઘણી સેવા થઇ શકે, અને આ રીતે જે જે સંઘ/સંસ્થા પાસે અભ્યાસોપયોગી પુસ્તક-પ્રતોના ઢગલાઓ પડ્યા છે. તેનો પણ નીકાલ થઇ શકે. પુસ્તકો મોકલવા બાબત અમારા સરનામે પત્રવ્યવહાર કરીને પછીથી જ પુસ્તકો મોકલવાની આગ્રહભરી નમ્ર વિનંતિ છે.Page Navigation
1 ... 5 6 7 8