Book Title: Aho Shruta gyanam Paripatra 01
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 1
________________ વ પરિપત્ર ૧ || શ્રી ચિંતામણી-શંખેશ્વર-આશાપૂરણ પાર્શ્વનાથાય નમઃ II સંકલન : શાહ બાબુલાલ સરેમલ સં-૨૦૬૫ શ્રાવણ સુદ-૫ અહો ! શ્રુતજ્ઞાનપ્ મારા પ્રભુજીના જયવંતા જિનશાસનના શણગાર સર્વ સંયમી - સ્વાધ્યાયી શ્રમણ શ્રમણીઓના ચરણોમાં શાહ બાબુલાલ સરેમલ બેડાવાળાની વંદના સ્વીકારશો. નિમિત્ત "કલિકાલે શ્રુતજ્ઞાન એ ભવ્યજીવોનો આધાર” એવા પૂ. ઉપાધ્યાયજી મહારાજાના વચનથી પ્રગટેલા શ્રુતજ્ઞાન પ્રત્યેના અહોભાવના ફલસ્વરૂપ પ્રસ્તુત ચાતુર્માસનું આ પ્રથમ શ્રુતપરિપત્ર આપશ્રી ને મોકલાવીએ છીએ. વિષય સંદર્ભ શ્રુતજ્ઞાન ક્ષેત્રે પ્રતિવર્ષ વિદ્વાન મહાત્માઓ દ્વારા પ્રાચીન ગ્રંથોના સંશોધન-સંપાદનો, અભ્યાસોપયોગી ગ્રંથ પ્રકાશનો તેમજ શ્રુતાનુરાગી સંસ્થાઓ તરફથી પ્રાચીન ગ્રંથોના પુનર્મુદ્રણાદિ થતા રહે છે. મહાત્માઓના સંપર્કથી જણાયું કે સારા સારા વિદ્વાન મહાત્માઓને પણ આ પ્રકાશનોની જાણ ન હોઇ તે અભ્યાસાદિમાં ઉપયોગી થઇ શક્તા નથી. તેના ઉકેલરૂપે આ અમારો નમ્ર પ્રયાસ છે. આ સાથે વિ. સં. ૨૦૬૪-૨૦૬૫ ના વર્ષમાં સંશોધિતસંપાદિત-પુનર્મુદ્રિત અભ્યાસોપયોગી પ્રકાશનની શક્ય માહિતી સંગ્રહિત કરી આપ સૌને મોકલાવીએ છીએ. આશા છે કે સર્વને તે ઉપયોગી બની રહેશે. આ બાબત કોઇ સૂચન કે ભૂલચૂક હોય તો જણાવશો. લાભ આપશોજી પૂજ્ય ગુરુદેવોની પ્રેરણા ને માર્ગદર્શનથી સભ્યજ્ઞાનના અભ્યાસ અને રત્નત્રયીની આરાધનાર્થે શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવનમાં શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર કાર્યરત છે. જેમાં અભ્યાસોપયોગી સંસ્કૃત-પ્રાકૃતાદિના સર્વ પુસ્તક-પ્રતાદિ ગ્રંથો ઉપલબ્ધ છે. સાથેની યાદીના સર્વ ગ્રંથો તે તે પ્રકાશક સંસ્થાઓથી પ્રાપ્ત થવા ઉપરાંત અમારે ત્યાં પણ ઉપલબ્ધ છે. અભ્યાસ-સંશોધનાદિ માટે પુસ્તકો મંગાવી અમને શ્રુતભક્તિનો લાભ આપશો. પુસ્તક ક્યાં મોકલવું તે, અને પરત મેળવવા માટે યોગ્ય સંપર્ક સરનામા પણ જણાવવા કૃપા કરશો. ધ્યાન આપશોજી સકલ શ્રી સંઘમાં દર વર્ષે લાખો-કરોડો રૂા. ના શ્રુતજ્ઞાનના પુનર્મુદ્રણ, સંશોધન-સંપાદનાદિ કાર્યો થતા હોવા છતાં યોગ્ય સંકલનના અભાવે એકના એક ગ્રંથોના પુનર્મુદ્રણ-સંપાદન-ભાષાંતર થવા દ્વારા અમૂલ્ય સમય-શક્તિ અને જ્ઞાનદ્રવ્યના વ્યયની વાત ગત વર્ષના પરિપત્રમાં કરેલ. તે બાબત શાસનપ્રભાવક આચાર્ય ભગવંતાદિના અનુમોદના સભર પત્ર પ્રાપ્ત થતાં અમારા ઉલ્લાસમાં અનેકગણી વૃધ્ધિ થઇ છે. પ્રસ્તુત સમસ્યાના ઉકેલરૂપે પુનર્મુદ્રિત કે સંશોધન કરનાર સંસ્થાઓ કે મહાત્માઓ તેમના કાર્યોની વિગત અમને મોકલાવે તો અમે પરિપત્રમાં છાપશું. જેથી ગ્રંથો પુનરાવર્તન ન થાય. આ બાબતમાં કેટલાક મહાત્માઓએ વિગત મોકલી પણ છે. અન્ય પણ સર્વે અમને આ કાર્યમાં સહાય કરશો. હવે પછીના પરિપત્રોમાં વિગત સમાવી લઇશું. માર્ગદર્શન આપશોજી (૧) પુનર્મુદ્રણ-સંશોઘન-સંપાદન કરનાર મહાત્માઓ દ્વારા ગ્રંથ પ્રકાશિત થયા બાદ પણ યોગ્ય વિતરણના અભાવે જરૂરિયાતવાળા મહાત્માઓને પ્રાપ્ત થઇ શક્તા નથી ને એકને એક સ્થાન વર્ષો સુધી તેના બંડલો પડ્યા રહે છે, આવું પણ જોવાય છે. તો તેનો શું ઉપાય થઇ શકે ? (૨) આજકાલ ઘણા સંઘોમાં ઘેર ઘેરથી અનુપયોગી પુસ્તક વિગેરે ઉઘરાવવાની પ્રવૃતિ ચાલુ થઇ જોવાય છે. પણ તેમાં સારા સારા ગુજરાતી વાંચનાપયોગી પુસ્તકો ઘણા આવી જાય છે. તો તેનો હવે શો સદ્ઉપયોગ થઇ શકે ? જ્ઞાનખાતામાંથી ખરીદેલા-છપાયેલા પુસ્તકો પણ ભેગા થાય છે તો તેનું શું કરવું જોઇએ ? પ્રાર્થના જિનશાસનની સેવાની નિઃસ્વાર્થ ભાવનાથી પ્રારંભાયેલા આ કાર્યમાં આશીર્વાદ સાથે ત્ર્ય સુચનો પણ જણાવી ઉપકૃત કરશો. સંઘસેવક શાહ બાબુલાલ સરેમલ ની વંદના

Loading...

Page Navigation
1 2 3 4