________________
સાહિત્ય પ્રચાર પેજના સ્વર્ગસ્થ ગુરુમહારાજશ્રી શ્રીમદ્ વિજ્યવલ્લભસૂરીશ્વરજીની સ્મૃતિમાં શ્રી આત્માનંદ જૈન સભા-મુંબઈ તરફથી જે વલ્લભ સ્મારક નિધિની સ્થાપના કરવામાં આવેલ અને એમાં જે ફંડ એકત્ર થયેલ તેમાંથી સ્મારક સમિતિ દ્વારા જૈન ધર્મના સાહિત્ય અંગેનું પ્રકાશન કાર્ય શરૂ કરવામાં આવેલ છે અને એ અંગે જુદા જુદા સમયે પ્રગટ કરવામાં આવેલ પત્રિકાઓ દ્વારા જૈન સમાજને માહિતગાર કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં નીચે મુજબ ચાર પ્રકાશન કરવામાં આવેલ છે અને એને છૂટથી ભિન્નભિન્ન દિશામાં પ્રચાર પણ થઈ ચૂકેલ છે. નિયમ પ્રમાણે રૂપીઆ ચર્યાશી કે તેથી અધિક ભરનાર વ્યકિત કે સંધને ભેટરૂપે એ પહોંચતાં પણ કરી દેવાયા છે. માત્ર એક રૂપીઓ ભરી પોતાના નામ-ઠામ સમિતિના રજીસ્ટરમાં નેંધાવી એના કાયમી સભ્ય બનનારને દરેક પ્રકાશન અર્ધા મૂલ્યમાં અપાશે. પુષ્પ ૧ લું. મહાવીર : આમાં ઈંગ્લીશ તેમજ ગુજરાતીમાં પ્રભુશ્રીનું
સંક્ષિપ્ત જીવન વર્ણવેલ છે. મૂલ્ય ૦-૨૫ નયા પૈસા. પુષ્પ ૨ જું. જેનીઝમ: આમાં જૈન ધર્મ અંગે જુદા જુદા વિદ્વાનોના
અંગ્રેજીમાં લે છે તેમજ શ્રીમદ્ આત્મારામજી મહારાજજીકૃત
હિંદીમાં લેખ છે. મૂલ્ય ૦-૫૦ નયા પૈસા. પુષ્પ ૩ જુ. બંગાળકા આદિધર્મ : આમાં બંગાળમાં પૂર્વે જૈન ધર્મને
કે સુંદર પ્રચાર હતો, તે સંબંધી હિંદીમાં વર્ણન સચિત્ર
છે. અંગ્રેજી લેખ પણ છે. મૂલ્ય ૦-૬૦ નયા પૈસા. પુષ્પ ૪ થું. અનુભવ ઝરણાં ; આમાં શ્રીમદ્ આનંદઘનજી તેમજ
શ્રી બુદ્ધિસાગરસૂરિજી આદિના ચૂંટેલા પદે તેમજ ભજને
ગુજરાતી ભાષામાં છે. મૂલ્ય ૦-૬૦ નયા પૈસા. પ્રાપ્તિસ્થાન તેમજ પત્રવ્યવહારનું સ્થળ : શ્રી વલ્લભ સ્મારક સમિતિ શ્રી ગેડીજી મહારાજ ઉપાશ્રય, પાયધુની, મુંબઈ નં. ૩. વ્યવસ્થાપક : રસિકલાલ. મેળાપ સમય : (રવિવાર સિવાય)
સવારે ૯ થી ૧૧ અને બપોરે ૨ થી ૪ સુધી. તા. ક –બહારગામવાળા માટે પેસ્ટેજ ખર્ચ અલગ સમજવો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com