________________ 106 વીરથઓ- [1] (ભેદી નાખી છે) ઉત્તમ મલ્લસમુહ ને આકલન કરી તપ થી શોધીનાખ્યા છે. અર્થાત્ તપ વડે કર્મરૂપી મલ્લને ખતમ ક્યાં છે તેથી તમે વીર છો. પ્રથમ વ્રત ગ્રહણ દિવસે ઈન્દ્રના વિનયકરણ ઈચ્છાને હણીને તમે ઉત્તમોત્તમ મુનિ થયા તેથી તમે મહાવીર છો. [૧૭]ચાલતા કે ન ચાલતા પ્રાણીએ દુભવ્યા કે ભક્તિ કરી, આક્રોશ કયો કે સ્તુતિ કરી. શત્રુ કે મિત્ર રહ્યા (પણ) તમે કરુણા રસથી મનને રંજિત કર્યું માટે તમે પરમ કારુણિક (કરૂણાવાળા) છો. [૧૮]બીજાના જે ભાવ-સદૂભાવ કે ભાવના જે થયા- થશે કે થાય છે તે જ્ઞાન વડે તમે જાણો છો- કહો છો માટે તમે સર્વજ્ઞ છો. [૧૯]સમસ્ત ભવનમાં પોત-પોતાના સ્વરૂપે રહેલા સામાન્ય, બળવાન કે નિર્બલ ને (તમે જુઓ છો) માટે તમે સર્વદર્શી છો. []કર્મ અને ભવનો પાર પામ્યા છો અથવા શ્રત રૂપી જલધિ ને જાણીને તેનો સર્વ રીતે પાર પામ્યા છો તેથી તમને પારગ કહ્યા છે [૨૨]વર્તમાન, ભાવિ અને ભૂતવત જે પદાર્થ તેને હાથમાં રહેલા આમળાના ફળ ની જેમ તમે જાણો છો માટે ત્રિકાલવિ છો. [૨૨]અનાથ ના નાથ છો. ભયંકર ગહન ભવવન માં વર્તતા જીવોને ઉપદેશ દાન થી માર્ગ રૂપી નયન આપો છો માટે તમે નાથ છો. 23 પ્રાણીઓના ચિત્તમાં પ્રવેશેલ સારા પ્રકાર ની વસ્તુનો રાગ-રાતિ તે રાગ રૂપ પુનદોષ રૂપે વ્યાખ્યાયિત કર્યો છે અથવા વિપરીત કહ્યો છે અર્થાત્ તે રાગ દૂર કર્યો છે માટે વિતરાગ કહ્યા. [૨૪કમળરૂપી આસન છે માટે હરિ-ઈન્દ્ર છો. સૂર્ય કે ઈન્દ્ર પ્રમુખના માનનું ખંડન કર્યું છે માટે શંકર છો. હે જિનેશ્વર ! એક સમાન સુખઆશ્રય તમારી પાસેથી મળે છે તે પણ તમે જ છો. [૨પ-૨૭]જીવોનું મર્દન, ચૂર્ણન, વિનાશ, ભક્ષણ, હિંસા,-હાથ-પગનો વિનાશ, નખ, હોઠનું વિદારણ. આ કાર્યોનું જેનું લક્ષ કે આશ્રયજ્ઞાન છે અન્ય કુટિલતા, ત્રિશુલ, જટા, ગુરુ તિરસ્કાર, મનમાં અસૂયા ગુણકારીની લઘુતા એવા ઘણા દોષો હોય. આવા બહુરૂપ ધારી દેવો તમારી પાસે વસે છે તો પણ તેને વિકારહિત કર્યા માટે તમે વિતરાગ છો. ૨૮-૨૯સર્વદ્રવ્ય ના પ્રત્યેક પર્યાય. ની અનંત પરિણતિ સ્વરૂપને એક સાથે " અને ત્રિકાલ સંસ્થિત પણે જાણો છો માટે તમે કેવલિ છો તે વિષયે તમારી અપ્રતિહત, અનવરત, અવિકલ શક્તિ ફેલાયેલી છે. રાગદ્વેષ રહિત પણે પદાર્થોને જાણેલા છે. માટે કેવલિ કહ્યા છે. 30-31] જે સંજ્ઞી પંચેન્દ્રિયને ત્રિભુવન શબ્દ વડે અર્થ ગ્રાહ્ય થવાથી તેઓનું સદ્ધર્મમાં જે જોડાણ કરે છે અથતુ પોતાની વાણી વડે ધર્મમાં જોડે છે માટે તમે ત્રિભુવન ગુરુ છો. પ્રત્યેક-સુક્ષ્મ જીવો ને મોટા દુઃખ થી નિવારનાર અને સર્વને હિતકારી હોવાથી તમે સંપૂર્ણ છો. _સિરીબળવિર્ય, સત્ત્વ, સૌભાગ્ય, રૂપ, વિજ્ઞાન, જ્ઞાનમાં ઉત્કૃષ્ટ છો. ઉત્તમ પંકજે વાત કરો છો (વિચરો છો) માટે તમે ત્રિભુવનમાં શ્રેષ્ઠ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org