________________ [10] नमो नमो निम्मल सणस्स પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામિને નમઃ 17 ચંદપન્નરી ઉવંગ-૧૭-ગુર્જરછાયા Retrieved અરિહંતોને નમસ્કાર થાઓ. આ “ચંદપન્નત્તિ” નામનું ઉવાંગ વર્તમાન કાળે જે રીતે પ્રાપ્ત થાય છે. તે રીતે તેના અને “સૂરપન્નત્તિ” ઉવાંગના વિષયવસ્તુમાં કોઈ ભિન્નતા જોવા મળતી નથી. કિંચિત્ જ પાઠભેદ નજરે પડેલ છે.) આવા જ કોઇ કારણથી પૂજ્ય આગમોદ્ધારક આચાર્ય દેવશ્રી અનંદસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબે પણ આ ઉવાંગની પૂજ્ય શ્રી મલયગિરિ મહારાજા રચિત વૃત્તિને છપાવેલ નથી તેમજ આજ પર્યન્ત અન્ય કોઈએ પણ વૃત્તિ છપાવેલ નથી. - મુનિ દીપરત્નસાગર બંને ઉવાંગોમાં 20-20 પ્રાભૂતો જ છે. ફક્ત “ચંદપન્નત્તિ' માં આરંભિક ગાથાઓ અતિરિક્ત છે તે સિવાય કોઈ ફેરફાર નથી. આ ગાથાઓનો અત્રે કહી છે. પ્રાકૃત-૧ પ્રાભૃતપ્રાભૃત-૧ [1] નવનલિન - કવલય, વિકસિત શતપત્ર કમળ જેવા બે નેત્રો જેમના છે, મનો હર ગતિથી યુક્ત એવા ગજેન્દ્ર સમાન ગતિવાળા છે. તેવા વીર ભગવંત જય પામો. [2-3 અસુર-સુર-ગરુડ-ભુજગ આદિ સર્વે દેવોથી વંદન કરાયેલા, જન્મ મરણ આદિ કલેશ રહિત થયેલા એવા અહંતુ, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, અને સર્વ સાધુઓને નમસ્કાર કરીને- સ્કુટ, ગંભીર, પ્રગટ, પૂર્વરૂપ શ્રુતના સારભૂત સૂક્ષ્મબુદ્ધિ આચાર્યો દ્વારા ઉપદિષ્ટ જ્યોતિસુ-ગણરાજ પ્રજ્ઞપ્તિને હું કહીશ. [4] ઇન્દ્રભૂતિ ગૌતમ મન-વચન-કાયાથી વંદન કરીને શ્રેષ્ઠ જિનવર એવા શ્રી વર્તમાન સ્વામીને જ્યોતિષરાજ પ્રજ્ઞપ્તિને વિશે પૂછે છે. (આટલા અતિ રિક્ત શ્લોક પછી સર્વે વિષય વસ્તુ યાવત્ વસમા પ્રાભૃત પર્યન્ત સમગ્ર ગુર્જરછાયા “સૂરપન્નત્તિ અનુસાર જાણી લેવી) | ચંદપનતિની મુનિદીપરત્નસાગરે કહેલગુર્જરછાયાપૂર્ણ 10 | ચંદપત્તિ-ગુર્જરછાયાપૂર્ણ | ઉવંગ-દ-ગુર્જરછાયાપૂર્ણ - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org