Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Kamalsanyamvijay, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ સંપાદકીય ઉત્તરાધ્યયનસૂત્ર જૈનશાસનનો અભુત ગ્રંથ છે. ૪૫ આગમોમાં સ્થાન પામેલ પ્રસ્તુત ગ્રંથમાં પરમાત્મા મહાવીરસ્વામીની અંતિમ દેશના સંગૃહીત છે. આ આગમગ્રંથને મૂળસૂત્ર તરીકે માનવામાં આવે છે. આ ગ્રંથમાં ૩૬ અધ્યયનોમાં જૈનધર્મના મૂળભૂત સિદ્ધાંતોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. ગ્રંથની મહત્તાને કારણે સમયે સમયે આ ગ્રંથ ઉપર અનેક વિદ્વાને આચાર્યો વગેરે એ ટીકાઓ રચી છે. ઉત્તરાધ્યયનસૂત્ર' ઉપર પરમ પૂજ્ય શ્રીશાન્યાચાર્યમહારાજા રચિત “શિષ્યહિતા' નામક બૃહદ્દીકાની રચના થયેલ છે એ શિષ્યહિતા વૃત્તિના આધારે ખરતરગચ્છીય મુનિશ્રીકમલસંયમ ઉપાધ્યાયવિરચિત સર્વાર્થસિદ્ધિટીકા સમલંકૃત તથા શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિશિષ્ય-મુનિશ્રીજયંતવિજયસંશોધિત ઉત્તરાધ્યયનસૂત્ર લક્ષ્મીચંદ્ર જૈન લાયબ્રેરી” આ સંસ્થા દ્વારા આગ્રાથી પ્રકાશિત થયેલ છે તે પ્રકાશનના આધારે આ નવીન સંસ્કરણનું સંપાદન કાર્ય કરવામાં આવેલ છે.* આ સર્વાર્થસિદ્ધિ' વૃત્તિ સહિત ઉત્તરાધ્યયનસૂત્ર બે ભાગમાં ‘ભદ્રંકરપ્રકાશન’ તરફથી પ્રકાશિત થઈ રહેલ છે. આ કાર્યમાં હું તો માત્ર નિમિત્તરૂપ છું. આવા ઉત્તમગ્રંથના સંપાદન કાર્યમાં મારી પ્રેરણાને ઝીલીને પરમપૂજ્ય પરમારાથ્યપાદ શ્રીરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સામ્રાજયવર્તી તથા પ્રશાંતમૂર્તિ પ્રવર્તિની પૂજ્યસાધ્વીવર્યા શ્રીરોહિતાશ્રીજી મહારાજના શિષ્યરત્ના સા. ચંદનબાલાશ્રીએ પોતાના નાદુરસ્ત રહેતી તબીયતમાં પણ સંપૂર્ણ સહયોગ આપી ઉત્તમ એવી શ્રુતભક્તિ કરવા દ્વારા સ્વ-પર ઉપકારક એવું કાર્ય કરીને સ્વઆત્મશ્રેયઃ સાધ્યું છે. ૧. પૂ. ઉપા. કમલસંયમકૃત ટીકા સાથે–ચશોવિજય જૈન ગ્રંથમાલા, ભાવનગર, ઈ. સં. ૧૯૨૭માં ઉત્તરાધ્યયનસૂત્ર પ્રકાશિત થયેલ છે. પરંતુ તે પ્રતો અમને પ્રાપ્ત થયેલ નથી. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 516