________________
Shri Mahavir Jain Aradhana Kendra
नॉप
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
r
વિકલ્પ પસંદગી કેમ ?
આગમ સંખ્યા-૪૫ની નિર્ધારીત થઈ તેમાં ૫૫ન્નાની સંખ્યાનો ઉલ્લેખ-૧૦ છે. આ સંબંધે અમારા અથાગ પ્રયત્નો, સંશોધન-વાચનો, સમાજમાન્ય વિદ્વાનો સાથે પત્ર વ્યવહાર કે ચર્ચાને અંતે કોઇ સાક્ષીપાઠ મુક્ત નિષ્કર્ષ આવેલ નથી.
પૂજ્ય આગમોદ્ધારક આચાર્યદેવશ્રી સંપાદિત આગમમંજુષા વગેરે અને પૂજ્ય આગમપ્રભાકરશ્રી સંપાદિત વપ્નવસુત્તારૂં માં ૧૦-૫૫ન્નાના નામો વિશે મંતવ્ય ભિન્નતા જોવા મળે છે.
વાવસુત્તા, પ્રસ્તાવનામાં પણ જણાવે છે કે પ્રકિર્ણક સૂત્રોના નિશ્ચિત નામોની કોઇ પરંપરા મળતીનથી. આજ સુધી કોઇ નિશ્ચિત આધાર મળેલ નથી [જુઓ પ્રસ્તાવના પૃ.૨૧], પૂજ્ય આગમોદ્ધારકશ્રીની આલોચના કરતા ત્યાં પૃ.૨૨માં લખે છે કે - દસ પ્રતિર્ણકોની સંખ્યાની સંગતિ માટે થયેલી વિચારણામાં કોઈ આધારભૂત માહિતી મળી નથી. તે સંબંધમાં અમારે ખાસ નોંધવાનું છે કે પૂજ્ય આગમપ્રભાકર મુનિશ્રી પુન્યવિજયજી પણ કોઇ ખાધાર કે સંગતિ રજૂ કરી શકેલ છે જ નહીં - તેઓએ તેમને યોગ્ય લાગ્યું' તે દસ નામો પસંદ કરી લીધા છે. બાકી સાક્ષીપાઠ કે સંગતિ તો તેઓ પણ રજૂ કરી શક્યા નથી જ.
અમે બંને પૂજ્યશ્રીનાં મંતવ્ય ભેદને સ્વીકારી વિકલ્પ રૂપે બાકીના બંને પયન્ના અહીં રજૂ કરી દીધા છે, જેમાં દસમા પયન્ના રૂપે માસતિના વિકલ્પે પદ્વવ મૂકેલ છે. તેમાં કોઇ સાક્ષીપાઠ નથી. ફક્ત બંને પૂજ્યશ્રીના સંશોધનમાં આ ક્રમ દસમો છે. બંનેએ અલગ અલગ પમન્ના પસંદ કર્યા છે. માટે અમે તે સાથે મૂકેલ છે. તેથી તે ખરેખર વિકલ્પરૂપે સમજવા-માનવા નહીં,
मुनि दीपरत्नसागर
પૂજ્ય આગમોદ્ધારક આનંદસાગર સૂરીશ્વરજી મ.સા. શા માટે છાપાર અને મળસાહિ પસંદ કર્યા તેનો જે ઉલ્લેખ મળેલો છે તે અત્રે રજૂ કરીએ છીએ.
પાયાર અને થવાવાવમાં શાવરની પસંદગી કરી છે તેનું કારણ એ છે કે બંનેમાં આવતા વિષયોની સામ્યતા ઉપરાંત છાયામાં આવતું ગચ્છ સ્વરૂપ સવિશેષ ઉપયોગી છે.
વીત્ત્તવમાં વીર પરમાત્માની સ્તુતિ છે. જ્યારે મળસમાદ્દિમાં ખૂબજ વિસ્તારથી સમાધિ મરણનું વર્ણન કરે છે. જે વર્તમાનકાળે શ્રમણ-શ્રમણીની આરાધનામાં વધુ ઉપયોગી છે.....વગેરે.
કોઇપણ સંશોધક પૂજ્યશ્રીનો હેતુ અન્ય પમન્નાને ગૌણ કરવાનો છે નીં, હોઇ શકે પન્ન નીં, નંદિસૂત્ર જેવા આગમમાં ઉલ્લિખિત નામો સર્વમાન્ય જ છે અને હોય જ તે નિઃશંક છે.
મુનિ દીપરત્નસાગર
For Private And Personal Use Only