Book Title: Aapana Tirthankaro
Author(s): Taraben R Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 6
________________ નિવેદન આપણા તીર્થંકરો વિશે વિવિધ પ્રકારની પ્રકીર્ણ પારિભાષિક માહિતી આપતો, સંદર્ભ ગ્રંથની ગરજ સારે એવો, માત્ર સંકલનના પ્રકારનો આ ગ્રંથ છે. આમાંની જુદી જુદી માહિતી જુદા જુદા ગ્રંથોમાં સાંપડે છે, પરંતુ એક જ સ્વતંત્ર ગ્રંથમાં એક જ સ્થળે એ બધી માહિતી સાંપડી રહે એવા આશયથી આ ગ્રંથનું સંકલન મેં કર્યું છે. એ માટે “ પ્રવચન સારોદ્ધાર', ‘સપ્તતિશતસ્થાનક પ્રકરણ વગેરે જુદા જુદા ગ્રંથોનો આધાર મેં લીધો છે અને ગ્રંથને પ્રમાણભૂત બનાવવાનો વિનમ્ર પ્રયાસ કર્યો છે. આ બધી માહિતી માટે પૂર્વાચાર્યોની હું અત્યંત ઋણી છું. આ ગ્રંથમાં મુખ્યત્વે શ્વેતામ્બર પરંપરાને અનુસરીને માહિતી આપી છે. જયાં જયાં અપરનામ કે પાઠાંતરો મળ્યાં ત્યાં ત્યાં તે બાજુમાં કે કૌંસમાં નોંધ્યાં છે. તીર્થંકર પરમાત્માના નામ સાથે પ્રભુ” “સ્વામી,” “નાથ,’ ‘જિન’ જેવા બહુમાનવાચક શબ્દો મુદ્રણની સગવડ ખાતર ઘણે સ્થળે નથી પ્રયોજયા વીસ તીર્થકરોની તથા અતીત, વર્તમાન, અનાગત ચોવીસી વગેરે પ્રકારની કેટલીક માહિતીનું જુદા જુદા વિભાગને સમજવામાં સરળતા રહે તથા આરાધકોને સુગમ પડે એ હેતુથી પુનરાવર્તન કર્યું છે. સામાન્ય વાચકને રસ પડે એવો આ ગ્રંથ નથી. આ એક સંદર્ભ ગ્રંથ – Reference Book છે. આટલી બધી માહિતી કંઠસ્થ રાખવી સરળ નથી. મને પણ એ કંઠસ્થ નથી. કોઈ પણ માહિતીની જરૂર પડે ત્યારે માત્ર સ્મૃતિ ઉપર આધાર ન રાખતાં તરત જોઈ શકાય એ હેતુથી આ ગ્રંથ તૈયાર કર્યો છે. આ વિષયમાં રસ ધરાવનારને એ ઉપયોગી થશે એવી આશા અને શ્રદ્ધા છે. મારા આ ગ્રંથમાં કંઈ પણ ત્રુટિ રહી ગઈ હોય કે જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કથન થયું હોય તો તે માટે મિચ્છામિ દુકકર્ડ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી આ ગ્રંથ પ્રકાશિત થાય છે એ માટે સંઘની હું આભારી છું. શ્રીમતી આરતી નિર્મળ શાહે સ્વેચ્છાએ લાગણી અને ઉત્સાહથી આવરણચિત્ર તૈયાર કરી આપ્યું છે તે માટે તેની પણ આભારી છું. મુંબઈ તારાબહેન ૨. શાહ તા. ૧-૧-૧૯૯૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 134