________________
संवेगरङ्गशाला
प्रस्तावना
III.
જેમને ઈન્દ્રાદિ દેવતાએ નમતા હતા, તેમણે પણ માથાના વાળ ઉખેડી લોચ કરી સ્વ૫ર હિતાર્થે પ્રવજ્યાને સ્વીકાર કર્યો અને જ્યાં સુધી ઘાતી કર્મોને ક્ષય ન થયે ત્યાં સુધી પલાંઠી વાળીને તેઓ બેઠા પણ નહીં. આવા પરમાત્માને શરણે એટલા માટે જ જવાનું છે કે “સંસારના ગમે તેટલા સુંદર મનમેહક કે સાનુકૂળ સુખો મળે તે પણ તે ત્યાજ્ય છે' આવી બુદ્ધિ આવે ત્યારે જ આ પરમાત્માને શરણે સાચી રીતે જઈ શકાય છે. બાકી પરમાત્માનું શરણું મળતું નથી. એ વાત નિશ્ચિત છે. આ રીતે પરમાત્માનું શરણું પ્રાપ્ત કરનાર જે પુણ્યશાલી આત્મા ભૂતકાળના દુષ્કૃતેની ગહ કરે, સુકૃતની અનુમોદના કરે અને આત્માને અરિહંતમય બનાવવા તેનું ધ્યાનાદિ કરે છે અને અવશ્ય સંઘયાદિ સામગ્રી સંપન્ન હોય તે તે, તે જ ભવમાં અથવા બજ થાડા ભવમાં સકલકમને ક્ષય કરી મુકિતપદને પામે છે.
સંસાર એ કમ રાજાએ ઊભે કરેલ નિર્દયતા અને નિષ્ફરતાપૂર્વકને તમાશો છે. સંસારી જી એ તમાશે કે નાટક ભજવનારા નાટકી છે. ચાર ગતિ એ નાટકશાળાની રંગભૂમિ છે. કમરાજા એ નાટકને સૂત્રધાર (મેનેજર) છે. ગ્રન્થકાર કહે છે કે આ નિર્દય એવા કમરાજાને પનારે જે તમારે ન પડવું હોય તે સંવેગગુણના સ્વરૂપને આ ગ્રન્થમાંથી ગુરુમુખે સાંભળે, સાંભળ્યા પછી સમજે, સમજ્યા પછી શ્રદ્ધા કરે અને પછી જીવનમાં ઉતારવા સતત પ્રયત્નશીલ બને. આ રીતને પ્રયત્ન સતત ચાલુ હશે તે કર્મરાજા તમારા પગમાં નમતે આવશે. અહિં તમે મુક્તિના સુખને નમુનો ચાખશો અને જ્યાં સુધી મુકિતમાં નહિં જાઓ ત્યાં સુધી સંસારના સુખે તમારી પગચંપી કરશે, અને ત્યારે તમારે તે એની સાથે અણબનાવ રહેશે તેમજ બહુ નજીકમાં તમે સકલ કમને ક્ષય કરી મુકિતપદના લેતા બનશે, ' ' ,
' ,
જE
III,