________________
संवेगरङ्गशाला
T૮ના
प्रस्तावना
ત્રીજું મૂલદ્વાર મમત્વ ઉછેઠ નામનું છે. આના નવ પટાદ્વાર છે. તેમાં શરૂમાં આલોચનાવિધાનદ્વાર મૂકવામાં આવ્યું છે. આત્માને હળવો કરવા માટે પ્રત્યેક સાધુ અને શ્રાવકે કરેલા પાપનું પ્રાયશ્ચિત્ત લેવાનું હોય છે. તેમાં પ્રાયશ્ચિત્ત કેવી રીતે લેવું, એના આપનારની લાયકાત, લેતી વખતની વિધિ વગેરેનું વર્ણન વિસ્તારથી કરવામાં આવ્યું છે. આલોચના નહી લેનાર સાધુ કે શ્રાવક સશલ્ય કહેવાય છે, અને શલ્યવાળે સાધના કરે તે પણ જ્યાં સુધી શલ્યની આલોચના ન લે ત્યાં સુધી શુદ્ધ થતું નથી. વિગેરે વિગેરે ઘણે સુંદર વિચાર આમાં કરવામાં આવ્યો છે.
આ દ્વારમાં શા-સંથારો વગેરે ક્યાં કરે, પ્રત્યાખ્યાન આદિ દ્વારા શરીર, ઈન્દ્રિયોને અને મનને કેવી રીતે કાબુમાં લેવા, અથવા ખમાવવા દ્વારાએ કષાયને કેવી રીતે અંકુશમાં રાખવા તેનું આબેહૂબ વર્ણન કરવામાં આવ્યું છે. અહિં શય્યા શબ્દને અર્થ વસતિમાં સમજવાને છે. સાધુની વસતિ કેવી હોય? આજુ બાજુ પાડેશ હોય તે પણ કેવો હોય ? ના શબ્દ જ્યાં ન સંભળાય. રૂપ ન દેખાય વગેરે વગેરે વાતોનું વર્ણન કરી સાધકને ખૂબ ખૂબ સાવચેત રહેવા સૂચન કરવામાં આવ્યું છે.
છેલ્લું ચોથું સમાધિલાભ દ્વાર છે. આના પટાદ્વારે નવ છે. આ દરેક પેટાદ્વારાના અવાન્તર દ્વારા પણ આપવામાં આવ્યા છે. આમાંના એક એક દ્વાર આરાધના માટે ધ્યાન ખેંચે તેવા છે. તેમાં પણ ચતુઃ શરણગમન, સુકૃતઅનુમોદન ને દુષ્કૃત-નિંદા દ્વારે, જે પટાદ્વારામાં પણ અવાન્તર દ્વારો છે-તે સવિશેષ ધ્યાન ખેંચે તેમ છે.
અરિહંત આદિનું શરણું શા માટે સ્વીકારવાનું છે? એ તારકે રાજકુલમાં જનમ્યા હતા. સુખસામગ્રીમાં ઉછરી મોટા થયા હતા. ઋતિના ઢગલા વચ્ચે એમનું જીવન પસાર થઈ રહ્યું હતું. માતાના ગર્ભમાં આવતાં