________________
संवेगरङ्गशाला
મહાન રાજા ભગવાન મહાવીરદેવના સ્વહસ્તે દીક્ષિત થયેલા રાજર્ષિ હતા. તેમણે ભગવાન મહાવીર પરમાત્માનું નિર્વાણુ સાંભળ્યું. આથી તેમને અંતિમ સમયે વિશેષ આરાધના કરવાને મને રથ ઉત્પન્ન થયે. તેમણે ગણધર મહારાજા શ્રી ગૌતમસ્વામીજીને વિશેષ આરાધના કયી રીતે કરવી તે માટે પૂછયું. તેના જવાબમાં મહસેન રાજષિને ઉદ્દેશીને, ચતુર્વિધ સંઘ સામાન્ય તેમજ વિશેષ આરાધના કયી રીતે કરી શકે તે વિષયનું નિરૂપણ શ્રી ગૌતમસ્વામીજી કરે છે. તે આરાધનાને અધિકાર ગ્રન્થકાર મહર્ષિ જિનચન્દ્રસૂરિમહારાજા સગરંગશાળામાં પિતાના લઘુ ગુરુબંધુ નવાંગીટીકાકાર શ્રી અભયદેવસૂરિ મહારાજાની વિનંતીથી વર્ણવે છે.
આમાં સામાન્ય-વિશેષરૂપે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધના ચાર સકંધ રૂપે સાધુભગવંતે તથા ગૃહ-શ્રાવકના દષ્ટાન્તપૂર્વક વર્ણવી છે. ત્યાર બાદ મિક્ષનગરમાં પ્રવેશ કરવામાં કારણુરૂપ વિશેષ આરાધનાનાં ચાર મૂળદ્વારે આ પ્રમાણે કહેવામાં આવ્યાં છે. છે ૧. પરિકમવિધિ ૨. પરગણુસંકમણું ૩. મમત્વવિચ્છેદ ૪. સમાધિલાભ
૧. પહેલા પરિકમવિધિદ્વારના ૧૫ પેટાદ્વારા નીચે મુજબ છે. ૧. અરિહ દ્વાર - અરિહ એટલે ગ્યા. આરાધનાને લાયક કણ થઈ શકે તેનું વર્ણન કરી ગૃહસ્થમાં
વંકચૂલનું અને સાધુમાં ચિલાતીપુત્રનું દષ્ટાન્ન આપ્યું છે. ૨. લિંગ દ્વારા- ગૃહસ્થ માટે તેમજ સાધુ માટે આરાધનામાં ઉપયોગી વેષ-પહેરવેશનું વર્ણન કર્યું છે.
સાધુને મુહપત્તિ, રજોહરણ, શરીરને કાત્સગ દ્વારા સિરાવવું, અચેલપણું તથા
૨છે.