________________
संवेगरङ्गशाला
॥१७॥
સંગરંગશાળા તથા તેના રચયિતા અંગે કાંઇક માહિતી મળી શકે છે. તેથી એ પ્રશસ્તિઓના ઉપગી અંગેનું અહિં ગુજરાતી અવતરણ આપવામાં આવે છે. જે જિજ્ઞાસુઓને કાંઈક સંતોષપ્રદ થશે.
વિશિષ્ટ ગુણરત્નના ભંડાર, મિથ્યાત્વરૂપ અંધકારથી અંધ બનેલા લોકો માટે સૂર્ય સમા અને દૂર ફગાવી દીધા છે વિરભાવ જેમણે એવા શ્રી વાસ્વામી મહારાજા થયા. તેઓશ્રીની પરંપરામાં ચાંદ્રકુલમાં મુનિઓના નાયક શ્રીવર્ધમાનસૂરિ નામના આચાર્ય થયા. તેઓ અનુપમ ઉપશમભાવના ઉત્પત્તિસ્થાનસમા અને સંયમગુણના ભંડાર હતા. મહાદેવના અટ્ટહાસ્ય જેવા ઉજ્વળ યશથી સાધી (ભરી દીધી છે. દિશાએ જેમણે એવા તે મુનિ પતિને જગતમાં પ્રસિદ્ધ, સૂર્યચંદ્ર જેવા બે હઠ શિષ્ય હતા. તેમાંના પહેલા શિષ્ય શ્રીજિનેશ્વરસૂરિ સંસારસાગરના મોજાઓથી ખળભળી ગયેલા ભવ્યજીને તારવા સમર્થ મેટા જહાજ સમાન હતા. અને બીજા શિષ્ય પૂર્ણિમાના ચંદ્ર જેવા સુંદર પ્રશંસાપાત્ર બુદ્ધિવાળા અને વ્યાકરણ તેમજ છંદશાસ્ત્રના રચયિતા બુદ્ધિસાગરસૂરિ નામના હતા. એકાંતવાદનો વિકાસ કરી રહેલા વાદીરૂપ હરણીયાઓના નાશ માટે સિંહસમાન એ બુદ્ધિસાગરસૂરિના પહેલા શિષ્ય જિનચંદ્રસૂરિ થયા. તેમણે સંવેગરંગ શાળાની રચના કરી. એ કેવળ કાવ્યરચના નથી કરી પણ ભવ્યજીવોને આશ્ચર્ય પમાડનારી સંયમપ્રવૃત્તિ કરી છે. બુદ્ધિસાગરસૂરિના બીજા શિષ્ય સ્વપર શાસ્ત્રના જ્ઞાતા, વિશુદ્ધ સિદ્ધાન્તની પ્રરૂપણા કરવામાં કુશળ, અને સમગ્ર પૃથ્વીમંડળમાં પ્રસિદ્ધ અભયદેવસૂરિ થયા. જેઓએ નવાંગવૃત્તિ રચવા વડે કરીને અલંકારને ધારણ કરનારી, લક્ષણવંતી, સુંદરપદવાળી એવી “સરસ્વતી અને સ્ત્રીની જેમ પ્રસન્ન બનાવી. તેમના શિષ્ય પ્રસનચંદ્રસૂરિ થયા. જેઓ ચંદ્રની જેમ લોકોના મનને આનંદ આપનારા અને સઘળાય શાઓના અર્થને સમજાવવામાં નિપુણબુદ્ધિવાળા હતા. તેમના કહેવાથી સુમતિવાચકના શિષ્યલેશ
ગા.