________________
संवेगरजवाला I8I
-: પ્રવેશ - લેખક - પૂ. મુનિરાજ શ્રી મિત્રાનંદવિજયજી મહારાજ, સંગરંગશાળા - શાસ્ત્ર ગ્રંથનું આ પાવન નામ મારા કાનમાં ર૬ વર્ષથી ગુંજતું થયું હતું. તે સમયે ગાંભીર્યાદિ ગુણરત્નના સાગર પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય મેધસૂરીશ્વરજી મહારાજે આ ગ્રંથને લોહીના કણેકણમાં પચાવી દીધું હતું. એમ કહીએ તે અતિશયેકિત નથી. તેઓશ્રી સં. ૧૯૯૯ના આસો સુદી એકમનો બપોરે બે વાગે પાંચ પાંચ ૫ આચાર્યદેવે, સેંકડે સાધુ-સાધ્વીઓ તથા વિશાળ શ્રાવક-શ્રાવિકા વગરની હાજરીમાં કાળષમ પામ્યા ત્યારે તેઓશ્રીને જે અદભુત સમાધિ હતી, તેમાં આ ગ્રંથરત્નના મનન-ચિંતનને મોટો ફાળે હતે. તે પૂજ્ય પુરૂષ ૧૧-૧૧ વર્ષથી અનેક રોગોની સામે ઝઝુમી રહયા હતા. છેલલી અવસ્થામાં એક બાજુ રોગોએ માઝા મૂકી હતી ત્યારે બીજી બાજુ તેઓએ આ ગ્રંથરત્નનું પરિશીલન કરી ચિત્તની સમાધિને સહેજ પણ ખંડિત થવા દીધી ન હતી. છેલ્લી ૨-૫ મિનિટ પહેલાં તેઓશ્રીના ગુરુવર્ય સંઘસ્થવિર પૂ. બાપજી મહારાજ સિદ્ધિસૂરીશ્વરજી મહારાજ સાહેબે પૂછયું, “ મેઘસૂરીજી ! સમાધિનું લક્ષ છે ને ? શું વિચાર કરો છો ? ત્યારે મેઘસૂરીશ્વરજી મહારાજ તરફથી જવાબ મળે- “સાહેબ ! આપે સૂચવેલી સગરંગશાળાનું ચિંતન ચાલે છે.” ગુરુ મહારાજે પરમતેષ માન્ય અને ૨ કે ૫ મિનીટમાં જ સવેગના રંગે રંગાયેલે એ પાવન આત્મા પિંજર છે. ગયા.
III