________________
| |
मो
શ્રી ઓધ- યુવાનવત્યાં પરિન્તિ-ન તથા દસ્તાવૃત્તિ દ્વાg |
નિર્યુક્તિ
ભાગ-૨
|| ૪૫૩ ||
ui
ण
ચન્દ્ર. : હવે અંધ વગેરેની યતનાને દેખાડવા માટે કહે છે.
ઓઘનિર્યુક્તિ-૪૭૪ : ટીકાર્થ : અંધના હાથેથી ગ્રહણ કરાય, જો એ શ્રદ્ધાવાન હોય અને બીજા વડે લવાતો છતો આપે. અર્થાત્ કોઈક એને પકડીને આગળ લાવે અને પેલો અંધ એ વ્યક્તિના માર્ગદર્શન પ્રમાણે વ્યવસ્થિત વહોરાવે તો વહોરવામાં વાંધો નથી. અંધ દ્વાર થયું.
મ
UT
સાંકળથી બંધાયેલાના હાથેથી ગ્રહણ કરાય, જો તે સવિચાર હોય એટલે કે સાંકળ લાંબી હોવાને લીધે આમતેમ હરી મ ફરી શકવા સમર્થ હોય. બદ્ધ દ્વાર થયું.
#
કોઢીયાના હાથથી પણ ગ્રહણ કરાય, જો એ અભિન્ન કોઢવાળો હોય એટલે કે રસી ટપકતા કોઢવાળો ન હોય, ને તેથી ચેપ લાગવાની શક્યતા ન હોય (માત્ર સફેદ ચાઠા જ પડ્યા હોય.) કોઢી દ્વાર પૂર્ણ થયું.
'
જો ગર્ભવતી સ્ત્રીનો નવમો માસ હોય તો પછી સ્થવિર કલ્પિક સાધુઓ તેના હાથેથી ગ્રહણ ન કરે, પણ એ સિવાય આઠ મહીના દરમ્યાનમાં તો ગર્ભવતીના હાથે પણ ગ્રહણ કરે. જિનકલ્પી વગેરે તો જ્યારથી માંડીને સ્ત્રી ગર્ભવતી થાય, ત્યારથી માંડીને જ ગ્રહણ ન કરે. (ધારો કે હજી એ સ્ત્રીને ગર્ભવતી થયાને પાંચ જ દિન થયા હોય, એ સ્ત્રીને પણ એની ખબર ન હોય પણ જિનકલ્પી વિશિષ્ટજ્ઞાનથી એ જાણી લઈ તેના હાથેથી ન વહોરે.) ગુર્વિણી દ્વાર થયું.
지
ग
व
ओ
랑
at
H
॥ ૪૫૩॥