SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓધ નિર્યુક્તિ ભાગ-૨ 0 मो 피 || ૧૯૭૫ મ T T મ હોય તો ૧ મિનિટમાં બધા પરપોટા શમી જાય. અને બિલકુલ પવન ન હોય તો ૭ મિનિટમાં ય પરપોટા શમી ન જાય. આમ બેય રીતે ઉપર મુજબ વાંધો પડે. તથા ચોખા ગંધાય, એટલે આ પાણી અચિત્ત થાય” આ નિયમ પણ બરાબર નથી. કેમકે પાણી નીતર્યા બાદ ચોખા મોડા રાંધવા મૂકે તો ? અથવા તો ધીમા તાપે ચોખા રાંધવા મૂકે તો ? ચોખા જૂના હોય તો જલ્દી સીઝે અને નવા હોય તો વાર લાગે... આ બધામાં ચોખા સીઝવાના સમયમાં ઘણો જ ફેરફાર-ભેદ રહે છે. એટલે આ બધા મતો ખોટા છે. તેથી ચોખાના ધોવાણનું નીતારેલું પાણી જ્યારે બહુપ્રસન્ન એકદમ ચોક્કુ થઈ જાય ત્યારે તે અચિત્ત બને. (પાણી નીતારીએ, ત્યારે તે ચોખાના અંશો ભેગા હોવાથી ડહોળું દેખાય. હવે એ ડહોળામણ ધીમે ધીમે નીચે બેસી જાય એટલે પછી ઉપરનું પાણી એકદમ ચોખ્ખુ થઈ જાય. અને ત્યારે એ અચિત્ત બને.) આમ ૩૪૫ની ગાથાના ઉત્તરાર્ધનો એક અર્થ આ કર્યો કે “આદેશત્રિકને છોડીને બહુપ્રસન્ન ભાતનું પાણી અચિત્ત જાણવું.” હવે એનો બીજી રીતે અર્થ કરે છે કે “બહુપ્રસન્ન તન્દુલપાણીને છોડી એ સિવાયના જે ત્રણ આદેશ બતાવેલા છે, તે મિશ્ર જાણવા.'' મિશ્ર અકાય કહેવાઈ ગયો. मो स्थु | Tf म ण स्स મ || ૧૯૭૫
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy