________________
શ્રી ઓધ
કક રુ' 'E C
નિર્યુક્તિ ભાગ-૨
|
૩
રાખશો, તો પાછો પ્રશ્ન થશે કે એને શેનાથી પૂંજીને લેશો?... એટલે આ તો અનવસ્થા ચાલવાની. આ અનવસ્થા ન ચાલે તે માટે કોઈક એક વસ્તુ તો પૂંજ્યા વિના પણ પકડવાની રજા આપવી જ પડવાની. એ એક વસ્તુ પૂજયા વિના પકડ્યા બાદ પછી એ વસ્તુ દ્વારા બધી વસ્તુઓ પૂંજી પૂંજીને લઈ શકાય. આજ કારણસર અહીં સૌપ્રથમ ઓઘાની મુહપત્તિ વડે ગુચ્છાને
પ્રમાર્જવાનું જણાવ્યું. એ પછી એજ ગુચ્છાને આંગળીઓ વડે પકડી પલ્લાને પ્રમાર્જવાનું જણાવ્યું. (ગાથા ૨૮૯માં) અહીં આ પ્રશ્ન થાય કે “મુહપત્તિ વડે જ પલ્લાને પ્રમાર્જવાને બદલે ગુચ્છા વડે પ્રમાર્જવાનું શા માટે જણાવ્યું ?” તો એનો ઉત્તર એ જ છે કે મુહપત્તિ થુંક, મેલ લાગવાદિ કારણોસર મલિન બની હોય, અને પાત્રાની બધી ઉપાધિ ગોચરી વાપરવામાં ઉપયોગી
બનતી હોવાથી તેને આવી મલિન વસ્તુ ન લગાડાય. એટલે મુહપત્તિ વડે ગુચ્છાને પ્રતિલેખીને પછી ગુચ્છા વડે પલ્લાનું જ
પ્રતિલેખન દર્શાવ્યું. (૨) પ્રશ્ન એ થાય કે “પહેલા પ્રતિલેખન અને પછી પ્રમાર્જન હોય. જયારે અહીં ૨૮મી ગાથામાં ' પહેલા ગુચ્છા વડે પલ્લાનું પ્રમાર્જન જણાવેલ છે. તો આ તો ક્રમ ખોટો છે. પહેલા પ્રતિલેખન હોય અને પછી પ્રમાર્જન :
હોય...” આ વાતનું સમાધાન એ છે કે ગુચ્છા વડે પલ્લાનું પ્રમાર્જન કરવાનું જે કહ્યું છે, એનો અર્થ એ નથી કે “આખાય પલ્લા ઉપર ગુચ્છો ફેરવવો.” એનો અર્થ એટલો જ છે કે પલ્લાને જે ભાગેથી પકડવાના હોય તે ભાગને ગુચ્છા વડે પૂંજી અને પલ્લા હાથમાં લેવા અને એ પછી એ પલ્લાનું રોજીંદી વિધિ પ્રમાણે પ્રતિલેખન કરવું. (૩) પલ્લાઓને પ્રતિલેખીને પાછો ગુચ્છો હાથમાં લઈ પાત્રની મુહપત્તિને ગ્રહણ કરવાનું કહ્યું છે. એનો ભાવાર્થ એ કે પાત્રાની મુહપત્તિને જે ભાગેથી પકડવાની છે, એ ભાગને ગુચ્છા વડે પૂંજી અને પછી એ પાત્રાની મુહપત્તિ ઉંચકવી. આપણે અત્યારે પાત્રાનું પ્રતિલેખન કરવા માટે
=
"Is
; i ૯૩
E
1