________________
શ્રી ઓધનિર્યુક્તિ
ની
| ૬૭ll
પણ એ વાત બરાબર નથી કેમકે વિશિષ્ટપદોનો ઉપન્યાસ કરવા છતાંય વિશિષ્ટ સંખ્યાનો બોધ થતો નથી.
પ્રશ્ન : કેમ ન થાય ?
સમાધાન : કોઈકને આવી શંકા થવાની પાકી શક્યતા છે કે “ભલેને, ચરણ -ધર્મ-ગણિત-દ્રવ્ય આ ચાર અનુયોગ હોય. માં પણ એની જેમ બીજા પણ હશે જ.’ આવી શંકા ન થાય તે માટે વારિ પદ લીધેલ છે.
તમારો બીજો પ્રશ્ન એ છે કે ‘વરણ પદ જુદી વિભક્તિ વડે શા માટે બતાવ્યું ?’ તેમાં આ કારણ છે કે અહીં " ચરણકરણાનુયોગ જ અધિકૃત છે. આ ગ્રન્થમાં એનું જ વર્ણન છે. એટલે ચરણકરણની પ્રધાનતા બતાવવા માટે એને જુદી વિભક્તિ આપીને એ પદ દર્શાવ્યું.
ભા.-૫ વળી બીજા પ્રશ્નમાં તમે પૂછેલું છે કે “ધર્મ અને ગણિત આ બે અનુયોગ એક જ વિભક્તિથી દર્શાવાયા છે (સમાસ : | કર્યો છે). તે શા માટે ?
એનું સમાધાન એ કે, “આ ગ્રન્થને વિશે એ બે ય અનુયોગ અપ્રધાન છે. અને એટલે એમની અપ્રધાનતા હોવાથી જ એ બેયને ભેગા બતાવી દીધા.”
બીજા જ પ્રશ્નમાં તમે એ પણ પૂછેલું કે, “દ્રવ્યાનુયોગશબ્દમાં જુદી વિભક્તિનો ઉપન્યાસ કર્યો છે, તે શા માટે ?” પણ એમ કરવા પાછળ કારણ છે.
વી i ૬૭