________________
નમો અરિહંતાણં
પ્રસ્તાવના ભવજન ! એવા મુનિ વંદો... શ્રમણ ! વિશ્વનું અતિ વિશિષ્ટ વ્યક્તિત્ત્વ...! સમ્યગ્દર્શનનો એ સ્રોત છે...
- પ્રભુવીર સહિત અનેકાનેક જીવોને સમ્યગ્દર્શન
સાધુના નિમિત્તે થયું છે... સમ્યજ્ઞાનની એ ગંગા છે...
શ્રુતજ્ઞાન ગુરુ પાસેથી જ પ્રાપ્ત કરવાનું છે,
એવું શાસ્ત્રો ડંકો વગાડીને કહે છે... સમ્યફચારિત્રનો એ આધાર છે.