SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘનિર્યુક્તિ | ૪૮. ભા.-૨ वृत्ति : अत्रोच्यते, अविज्ञायैव परमार्थमेवं चोद्यते, यदुक्तं-व्रतग्रहणे ब्रह्मचर्यगुप्ति-ज्ञानादित्रयोपन्यासो न कर्त्तव्यः-तत्तावत्परिहियते-यदेतद्वतचारित्रं स एकांशो वर्तते चारित्रस्य, सामायिकादि च चारित्रं चतुर्विधमगृहीतमास्ते तद्ग्रहणार्थं ज्ञानादित्रयमुपन्यस्तं, 'व्रतग्रहणे ब्रह्मचर्यगुप्तयो यदभिधीयन्ते तद् ब्रह्मचर्यस्य निरपवादत्वं दर्शयति, तथा चोक्तम्, नवि किंचिवि पडिसिद्धं नाणुन्नायं च जिणवरिंदेहिं । मुत्तुं मेहुणभावं न विणा तं रागदोसेहिं ॥१॥' अथवा पूर्वपश्चिमतीर्थकरतीर्थयोर्भेदेनैतद् महाव्रतं भवति, अस्यार्थस्य प्रतिपादनार्थं भेदेनोपन्यासः कृत इति ।। ચન્દ્ર, : સમાધાન : પરમાર્થ જાણ્યા વિના જ તમે આવા ખોટેખોટા પ્રશ્નો ઊભા કરો છો. તમારી પાંચેય શંકાના સમાધાન આ પ્રમાણે છે. (૧)(૨) વ્રતનું ગ્રહણ કરેલ છે, માટે બ્રહ્મગુપ્તિઓ અને જ્ઞાનાદિત્રયનો ઉપન્યાસ ન કરવો જોઈએ. આ તમારી પ્રથમ "| બે શંકાઓ છે. તેનું સમાધાન એ કે જે આ વ્રતચારિત્ર છે, તે ચારિત્રના એક જ અંશ છે. હજી સામાયિક, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત એ ચાર ચારિત્રો તો અહીં ગ્રહણ કરાયેલા જ નથી. વ્રતથી માત્ર છેદોપસ્થાપનીય જ લેવાયું છે. એટલે તે ચાર ચારિત્રના ગ્રહણ માટે જ્ઞાન-દર્શનની સાથે ચારિત્ર પણ લીધું છે. આ તમારી બીજી શંકાનું સમાધાન આપ્યું. હવે પ્રથમ શંકાનું સમાધાન આ છે કે વ્રતનું ગ્રહણ કરવા છતાંય જે બ્રહ્મચર્યની ગુપ્તિઓ કહેવાય છે તે બ્રહ્મચર્યના નિરપવાદવને દેખાડે છે. અર્થાત્ “બ્રહ્મચર્ય વ્રતમાં કોઈ અપવાદ નથી” એ દર્શાવવા માટે જ વ્રતનું ગ્રહણ કર્યા પછી પણ Ė 8 +
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy