________________
શ્રી ઓઘનિર્યુક્તિ
|| ૬૩૭ ||
आगमनं भवति सागारिकाणां तत्र च संयमात्मविराधना भवति 'वियालगहणे 'त्ति विकालवेलायां च वसतिग्रहणे ये दोषा भवन्ति ते वक्ष्यन्ते । द्वारगाथेयं ।
આચાર્ય કહે છે કે બહાર ગોચરી વાપરનારા સાધુઓને ઘણા દોષો લાગે. પ્રશ્ન : કેવી રીતે દોષો લાગે ?
પો
त्थ
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૧૮૭ : ટીકાર્થ : પ્રશ્નકારનો પ્રશ્ન છે. એટલે કે પ્રશ્નકાર કહે છે કે ગામ બહાર વાપરીને પછી જ વસતિમાં પ્રવેશ કરવો જોઈએ. ‘એવું શા માટે ?' એમ જો પૂછો તો એનો ઉત્તર એ કે બહારથી બધી ઉપધિ અંદર લાવતા, ભૂખથી દુ:ખી થયેલા અને તરસ્યા થયેલા અને માટે જ ગમનના માર્ગને સ્પષ્ટ નહિ જોનારા (અર્થાત ઈર્યાસમિતિ ન = પાળનારા) સાધુને સંયમવિરાધના દોષ લાગે. અને ઉપધિના ભારથી પરેશાન થયેલા અને એટલે જ નીચે કાંટા વગેરેને ન TM નિ.-૧૮૭ જોઈ શકનારા સાધુની આત્મ વિરાધના પણ થાય. (કાંટાઓ વાગે, લોહી નીકળે.) એટલે બહાર જ ગોચરી વાપરીને પછી મેં સાંજે બધાએ ઉપાશ્રયમાં પ્રવેશ કરવો.
ઉત્તર : જો મોટી ગોચરીમાંડલી કરીને વાપરવા બેસે તો ત્યાં ગૃહસ્થોનું આગમન થાય. અને તેમાં સંયમ અને આત્માની વિરાધના થાય. વળી સાંજના સમયે વસતિ લેવામાં જે દોષો થાય તે પણ કહેવાશે. (ધ્યાન રાખવું કે પહેલી બીજી પોરિસીમાં જ પહોંચે અને ગોચરીકાળ ન થયો હોય તો તો વૃષભો વસતિ સાફ કરી રહે એટલે આખો ગચ્છ અંદર પહોંચી જાય. પણ
dr
व
|!
મા
|| £૩ ||