________________
स
ण
સૌજન્ય
પોતાના ભાવિ શ્રમણ-શ્રમણીઓ ઉપર ઉપકાર કરવા જેમણે ઘોર ઉપસર્ગો-પરિષહો સહન કર્યા, સ્વયં ઉત્કૃષ્ટ આચારપાલન કરવા દ્વારા જેઓએ આપણને આચારનો અપરંપાર મહિમા દર્શાવ્યો, દેશનામાં પોતાની સાડાબાર વર્ષની સાધનાનું વર્ણન કરી જેમણે આપણને એ સાધના માટે પ્રોત્સાહિત કર્યા, પ્રભુના નામે નિશ્ચયની એકાંત વાતો કરનારાઓને જેમણે પોતાના આચારજીવન દ્વારા જ ઠંડા પાડી દીધા,
એવા અનંતાનંત ઉપકારી અનેકાન્તવાદ પ્રદર્શક ષટ્કાય સંરક્ષક નિરતિચારસંયમારાધક શાસનપતિ
ત્રિલોકગુરુ
શ્રમણ ભગવાન મહાવીરદેવ
ના શ્રમણ-શ્રમણીઓ વધુ ને વધુ આચાર સંપન્ન બને એવી શુભભાવનાથી ભાવિત એક શ્રાવક !
૩