SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓથ તો ત્યાં આચાર્ય ન મળે, ત્યાંથી પાછો આચાર્યના સ્થાને વિહાર કરવો પડે. જયારે વચ્ચેના ગામમાં જવાથી ત્યાં જ સમાચાર નિર્યુક્તિ મળી જાય તો ધક્કો ન પડે.) | (૨) આ પણ શક્ય છે કે માસકલ્પની સમાપ્તિ બાદ આચાર્ય ક્યારેક તે જ ગામમાં આવી ગયેલા હોય. એટલે સાધુ // ૩૧૭. તે ગામમાં પ્રવેશે તો આચાર્યનું દર્શન થાય અને ત્યાં જ કાર્યની સમાપ્તિ થઈ જાય. (અહીં ટીકા પ્રમાણે તો પ્રવૃત્તિ અને દર્શન એ બે દ્વારા જુદા જુદા નથી લાગતા. કેમકે પ્રવૃત્તિનો જ અર્થ બતાવતા | " પતરું ભવતિ... લખેલ છે. છતાં ઉપર મુજબ બે રીતે પણ ઘટી શકે છે ખરું.) * નિ.-૬૪ (૩) ક્યારેક એવું બને કે એ ગામમાં ગમે તે પ્રસંગે જમણવાર હોય, અને એટલે ત્યાંથી એક સાથે બધી ગોચરી મળી ' જાય. એ લઈને સાધુ નીકળી શકે. આમ લાંબી ભિક્ષાચર્યા કરવા દ્વારા જે વિલંબ થવાનો હતો, તે ન થાય. અને એટલે ઝડપથી આગળ પોતાના ઈષ્ટ ગામે પહોંચે. (૪) ત્યાં સાધુ પ્રવેશ કરે, અને શક્ય છે કે એ ગામમાં કોઈક શ્રાવક હોય તેના ઘરેથી પર્યાષિત (બીજા દિવસે ચાલે 3 એવી સુકી-પાકી વસ્તુ વગેરે) ભક્તને લઈને આગળ ચાલે. આમ ગોચરીનું કામ ઝડપથી પતે. રસ્તામાં આવતા તે તે ગામમાં પ્રવેશ કરનારા સાધુને આ ચાર લાભોની શક્યતા છે. હવે એ સાધુને ગ્રામપ્રવેશથી પારલૌકિક લાભો ક્યા થાય? એ જોઈએ. ગાથામાં પરતોઙા શબ્દ એ “પારલૌકિક લાભ th ૩૧૭.
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy