________________
શ્રી ઓ.યુ
છે, તેમાં કમશઃ પૂર્વ-પૂર્વના અભાવમાં જ ઉત્તર-ઉત્તરના ભાંગામાંથી જવા રૂપ યતના પાળવાની કશી જરૂર જ નથી. ગમે તે ભાંગામાંથી જઈએ, કશો ફર્ક પડતો નથી.
વળી ન્યાય પણ આ જે છે કે સચિત્તસંબંધી યતના હોય. | ૨૭૪ || આ (પહેલા સ્થિરમાંથી જવું અને એ ન હોય તો અસ્થિરમાંથી જવું. આમ કહેવા પાછળ પણ કારણ તો આ જ છે કે
* સ્થિર વનસ્પતિ દઢ સંઘયણવાળી હોવાથી એને કિલામણા ઓછી થાય, અસ્થિર કોમળ હોવાથી વધુ કિલામણા થાય. તથા પહેલા પ્રત્યેકમાંથી જવું અને એ ન હોય તો અનંતમાંથી જવું. એ કહેવા પાછળ પણ કારણ તો એ છે કે પ્રત્યેકમાં ઓછા
નિ.-૪૨ જીવની વિરાધના થાય અને અનંતમાં વધુ વિરાધના થાય.
પણ હવે જ્યારે એ વનસ્પતિ અચિત્ત જ છે. ત્યારે એ દઢ હોય કે કોમળ, પ્રત્યેક હોય કે અનંત એમાં વેદના થવાની ! 1 જ નથી. એટલે આ ક્રમની જરૂર નથી.)
સમાધાન: અચિત્તની પણ યતના બતાવી છે, એમાંય કારણ છે. ભલે એ વનસ્પતિ અચિત્ત છે, તો પણ ક્યારેક કેટલીક વનસ્પતિઓની યોનિ અવિનષ્ટ હોય છે. જેમકે ગડુચી (ગળોસત્ત્વ) કોરડમગ વગેરેની યોનિ. તે આ પ્રમાણે - ગળોસત્ત્વ ૫ સુકાઈ ગયેલી હોય તો પણ જો એમાં પાણી સિંચવામાં આવે, તો પછી એ તાદાભ્યને = લીલાશને પામતી દેખાય છે. એમ
કોરડ મગ અચિત્ત હોવા છતાં એ વાવીએ તો એમાંથી મગ ઉગે છે. એટલે વનસ્પતિ અચિત્ત હોવા છતાં તેની યોનિની રક્ષા કરવા માટે અચિત્તની યતના પણ ન્યાયયુક્ત જ છે.
sh ૨૭૪ ||