________________
-
5
=
F
અગત્યની સુચના : પ્રતમાં જે જે સંસ્કૃત પંક્તિઓની નીચે લીટી છે, અને ૧,૨. નંબર આપેલા છે. તે તે સંસ્કૃત પંક્તિઓ ઉપર વિસ્તૃત વિવેચન ઓઘનિર્યુક્તિ સારોદ્ધાર નામથી પ્રતાકારે છપાયેલ છે. એટલે જે સંયમીઓ તે તે પંક્તિ ઉપર વિશેષથી જાણકારી ઈચ્છતા હોય તેઓએ ઓઘનિર્યુક્તિ સારોદ્વાર પ્રતનું વાંચન કરવું.
પૂ.પાદ માનવિજયજી મ. દ્વારા સંશોધિત-પ્રકાશિત પ્રતના આધારે જ આ પ્રત છાપી છે. તેઓશ્રીએ ત્રણ હસ્તલિખિત આ પ્રતો અને એક મુદ્રિતપ્રત એમ ચાર પ્રતના આધારે આ સંશોધન કરીને ઘનિર્યુક્તિ છપાવેલી છે. એટલે એ પ્રત વધુ શુદ્ધ
લાગવાથી એનો જ મુખ્યત્વે ઉપયોગ કર્યો છે. એટલે અન્ય પ્રતોમાં પાઠાંતરો હોવાની સંભાવના છે. એવી ઘણી જગ્યાએ | પાઠાંતરો છે. અમે એની નોંધ આમાં લીધી નથી, એ ધ્યાનમાં લેવું. અન્ય પ્રતોમાં ગાથાનંબર પણ બદલાયેલા છે. |
ઓઘનિર્યુક્તિગાથા નંબર અને ઓઘનિર્યુક્તિ ભાષ્ય ગાથા નંબર બે જુદા છે. એ ખાસ ઉપયોગમાં રાખવું.
અનંતોપકારી ભવોદધિતારક પૂજ્યપાદ ગુરુદેવ પં.પ્રવર શ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સાહેબની પ્રેરણા અને આશિષના ( પ્રતાપે જ આ કાર્ય શક્ય બન્યું છે. અંતે પરમપવિત્ર પરમેશ્વરની આજ્ઞા વિરુદ્ધ કંઈપણ લખાયું હોય તો ત્રિવિધ-ત્રિવિધએ ક્ષમાપના ચાહું છું.
– ગુણહંસવિજય || નવસારી આદિનાથ જૈનસંઘ પ્રથમ જેઠ સુદ-૩, વિ.સં. ૨૦૬૩
*
G
*
=
=
ર
-
-
ક
= 9