________________
"
નિ.-૩
શ્રી ઓઘ-ચ
પ્રમાણપ્રમાણ (દરેકેદરેક ઉપકરણનું ચોક્કસ માપ) નિર્યુક્તિ ચોથા દ્વારમાં કહેશું કે “અનાયતન વજર્ય છે.”
અથવા તો અનાયતન વજર્ય એટલે કે અનાયતનથી જૂદું હોય તે આયતન હોય, તેને જણાવશું. તેમાં સ્ત્રી-પશુ- // ૯૩ ll નપુંસકથી સંસક્ત જે સ્થાન હોય તે અનાયતન કહેવાય. તેનાથી વિપરીત હોય તે આયતન.
- પાંચમાં દ્વારમાં પ્રતિસેવના કહીશું. સંયમ અનુષ્ઠાન કરતા વિરોધી એવું જે અસંયમાનુષ્ઠાન છે. તેની સેવના એ આ પ્રતિસેવના કહેવાય.
છઠ્ઠા દ્વારમાં આલોચના કહીશું. જેવા-જેટલા અપરાધ કર્યા છે, તે અપરાધની મર્યાદા પ્રમાણે ગુરુને તે અપરાધો દેખાડવા તેનું નામ આલોચના.
માત્ર આલોચના જ નહિ કહીએ પરંતુ જે રીતે સાધુઓની એ અપરાધોથી વિશોધિ થાય એ પણ કહીશું.
અર્થાત્ શિષ્યો વડે અપરાધની આલોચના કરાયે છતેં જે પ્રાયશ્ચિત્તનું દાન ગુરુ વડે કરાય તે વિશોધિ કહેવાય. આ વિશોધિ કોના સંબંધી છે ? એ કહે છે કે સુંદર અનુષ્ઠાનવાળા સાધુઓના સંબંધી આ વિશોધી છે, એ જે રીતે થાય, તે રીતે
હું કહીશ. કી ગાથામાં રહેલો શબ્દ એ પદાર્થનો સંગ્રહ કરે છે કે – કારણસર કરેલી પ્રતિસેવનામાં અને નિષ્કારણ કરેલી :પ્રતિસેવનામાં જે રીતે પ્રાયશ્ચિત્ત આવે તે રીતે કહીશું -
'G I ૯૩ |