________________
પ્રકાશકીય મહાવીર પ્રભુના મુખેથી ત્રિપદીને મેળવીને પાંચમા ગણધરશ્રી સુધર્માસ્વામીએ રચેલ દ્વાદશાંગીનું પ્રથમ અંગ આચારાંગ સૂત્ર છે. આ સૂત્ર પર શીલાટ્ટાચાર્યે રચેલ વિસ્તૃત વૃત્તિ છે. બાળજીવોને સમજવા માટે સરળ ભાષામાં આ દિપિકાની રચના શ્રીચંદ્રગચ્છના પૂ. આચાર્યશ્રી મહેશ્વરસૂરિના પટ્ટધર પૂ. અજિતદેવસૂરિ મહારાજાએ સત્તરમાં સૈકામાં રચેલ છે. પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકુમુદચંદ્રસૂરિ મહારાજાએ, આ ગ્રંથનું સંપાદન કરી વર્ષો પૂર્વે લીંચ નિવાસી શ્રેષ્ટિવર્યશ્રી પોપટલાલ કેવળદાસની આર્થિક સહાયથી પંન્યાસથી મણિવિજયજી ગણિવર ગ્રંથમાળા તરફથી પ્રકાશિત કરાવેલ. આ પ્રસંગે અમે તેઓશ્રી પ્રત્યે તથા સંસ્થા પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરીએ છીએ.
પૂ. જિનસૂરિ કૃત આચારાંગ દિપિકાના સંપાદનનું કાર્ય પણ ચાલુ છે. જે ટુંક સમયમાં બે ભાગમાં પ્રકાશન કરવા ધારણા
યોગોવહનાદિથી અધિકારી બનેલ પૂજ્યો આ ગ્રંથનો સ્વાધ્યાય કરી અમને લાભ આપે તેવી પ્રાર્થના. તથા શ્રુતાધિષ્ઠાયિકા સરસ્વતી દેવી પણ શ્રુતભક્તિના કાર્યને નિર્વિઘ્ન પાર કરવાની શક્તિ આપે તેવી નમ્ર પ્રાર્થના....
લી. શ્રી જિનશાસન આરાધના દ્રસ્ટ વતી ટ્રસ્ટીઓ જ ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાળા. * લલિતભાઈ રતનચંદ કોઠારી જ નવિનચંદ્ર ભગવાનદાસ શાહ જ પુંડરીકભાઈ અંબાલાલ શાહ