________________
પ્રકાશકીય
અનેક ગ્રંથોના પુનર્મુદ્રણ સંશોધન સંપાદન પ્રકાશન બાદ શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ પૂ. હર્ષકુલગણિવિરચિત સૂત્રકૃતાંગ દીપિકાને પ્રગટ કરતા અત્યંત આનંદ અનુભવે છે.
૫.પૂ. કર્મસાહિત્યકોવિદ સુવિશુદ્ધબ્રહ્મચારી ૫.પૂ. આ.શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન ૫.પૂ. વર્ધમાનતપોનિધિન્યાયવિશારદ આ.શ્રી. વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન ૫.પૂ. સમતાનિધાન પંન્યાસજી શ્રી પદ્મવિજયજી ગણિવર્યશ્રી ના શિષ્યરત્ન ૫.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આ.શ્રી. વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણામાર્ગદર્શન ને આશીર્વાદથી ટ્રસ્ટ સાતક્ષેત્રની ભક્તિ સાથે શ્રુતભક્તિનું અદ્ભુત કાર્ય કરી રહેલ છે.
પ્રસ્તુત ગ્રંથ પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજય મ. તથા મુનિરાજ શ્રી સંયમબોધિ વિજય મ. જે ખૂબ જ ખંતથી અનેક પ્રાચીન હસ્તપ્રતિઓનો ઉપયોગ કરી સખત મહેનત કરી પરિપૂર્ણ શુદ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે.
દીપિકા ખૂબ જ સરળ ભાષામાં છે. છતાં વિશાળકાય ગ્રંથનો નિચોડ આપવામાં દીપિકાકારે પોતાની આગવી કળા પ્રદર્શિત કરી છે કે જે પ્રાથમિક કક્ષાના અભ્યાસીઓને પણ શાબ્દિક - આગમિક બોધ કરાવવામાં અતિ ઉપયોગી થશે !