________________
પરિશિષ્ટ - ૨
।। श्रीआचाराङ्ग प्रदीपिका॥
(૧) મહો. શ્રી યશોવિજયજીકૃત
આચારાંગ સૂત્રની પૂજા આચારાંગ પહેલું કહ્યું રે લો અંગ અગ્યાર મોઝાર રે ચતુર નર! અઢાર હજાર પદો જિહાં રે લો દાખ્યો મુનિ આચારરે. ચતુર નર !..... ૧ ભાવ ધરીને સાંભળો રે લો જિમ ભાંજે ભવભીતિરે ચતુર નર! પૂજા ભક્તિ પ્રભાવના રે લો સાચવીયે સવિ રીતિ રે. ચતુરનર ભાવ ધરીને ૨ દો સુઅબંધ સુહામણાં રે લો અજઝયાણાં પણવીસ રે શાશ્વતા અર્થે ઈહાં કહે રે લો યુક્તિ શ્રી જગદીશ રે. ચતુર નરેo ......... મીઠડે વયણે ગુરૂ કહે રે લો મીઠડું અંગ જ એહરે
o
|| ૨૨ |